ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર
ભાજપે મહારાષ્ટ્રની જનતાને આપ્યા 25 મોટા વચનો, જાણો તમારા માટે શું છે ખાસ
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પીયૂષ ગોયલે રવિવારે મહારાષ્ટ્ર વિધાન સભા માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેને ભાજપ સંકલ્પપત્ર તરીકે ઓળખાવે છે. ભાજપે તેના સંકલ્પ પત્રમાં 25 વચનો આપ્યા છે.
ભાજપના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ:
- લાડકી બહિન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે અને તાલીમ પણ આપવામાં આવશે. 25000 મહિલાઓને પોલીસ ફોર્સમાં સામેલ કરવામાં આવશે.
- ખેડૂતોને લોન માફી આપવામાં આવશે.
- દરેક ગરીબ વ્યક્તિને ભોજન અને આશ્રય આપવામાં આવશે.
- વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોને 2100 રૂપિયા આપવામાં આવશે.
- મહારાષ્ટ્રના તમામ પરિવારોને બજારની ઉતારચઢાવથી બચાવવા માટે, રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રાખવામાં આવશે.
- આવનારા સમયમાં 25 લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે અને 10 લાખ વિદ્યાર્થીઓને દર મહિને 10,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.7. 45,000 ગામડાઓમાં પાકા રસ્તાઓ બાંધવામાં આવશે.
- આંગણવાડી અને આશા કાર્યકરોને નાણાકીય સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે દર મહિને રૂ. 15,000 નો પગાર અને વીમા કવચ આપવામાં આવશે.
- વીજળીના બિલમાં 30% ઘટાડો કરીને સૌર અને અન્ય રિન્યુએબલ ઉર્જા પર ભાર મૂકવામાં આવશે.
- સરકારની રચનાના 100 દિવસમાં ‘વિઝન મહારાષ્ટ્ર@2028’ રજૂ કરવામાં આવશે.
- મહારાષ્ટ્રને 1 ટ્રિલિયન એકોનીમી બનાવવામાં આવશે
- મેક ઇન મહારાષ્ટ્ર રાજ્યને ફિનટેક અને એઆઈ કેપિટલ બનાવશે, નાગપુર, પુણે, નાસિક જેવા શહેરો એરોસ્પેસ હબ બનશે.
- વ્યાપક પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે.
- વર્ષ 2027 સુધીમાં મહારાષ્ટ્રમાં 50 લાખ લખપતિ દીદીઓ બનાવવામાં આવશે.
- ‘અક્ષય અન્ન યોજના’ હેઠળ, ઓછી આવક ધરાવતા પરિવારોને દર મહિને મફત રાશન આ
પવામાં આવશે. જેમાં ચોખા, જુવાર, સીંગતેલ, મીઠું, ખાંડ, હળદર, સરસવ, જીરું અને લાલ મરચું પાવડર હશે. - તમામ સરકારી શાળાઓમાં રોબોટિક્સ અને AI શીખવાની તકો પૂરી પાડવા માટે ‘મરાઠી- અટલ ટિંકરિંગ લેબ્સ યોજના’ શરૂ કરવામાં આવશે.
- ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર સ્કીલ્સની અછતનું વિશ્લેષણ કરવા અને તેના આધારે, ઉપલબ્ધ સ્કીલ્ડ વર્ક ફોર્સ પ્રદાન કરવા અને જરૂરિયાત મુજબ નવું સ્કીલ્ડ વર્ક ફોર્સ માટે યોજના બનાવવા માટે મહારાષ્ટ્રમાં સ્કિલ સેન્સસ હાથ ધરવામાં આવશે.
- મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં ‘છત્રપતિ શિવાજી મહારાજ આકાંક્ષા કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવશે, જેના દ્વારા 10 લાખ નવા ઉદ્યોગ સાહસિકો બનાવવામાં આવશે.
- વ્યાપાર વૃદ્ધિ માટે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોના ઉદ્યોગસાહસિકોને રૂ.15 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.
- OBC, SEBC, EWS, NT, VJNT ના પાત્ર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને પરીક્ષા ફીની ભરપાઈ કરવામાં આવશે.
- 18 થી 35 વર્ષની વયના યુવાનોની વાર્ષિક આરોગ્ય તપાસ માટે સ્વામી વિવેકાનંદ યુવા આરોગ્ય આરોગ્ય કાર્ડ (યુથ હેલ્થ કાર્ડ) શરૂ કરવામાં આવશે અને ડ્રગ મુક્ત મહારાષ્ટ્ર માટે કાયમી યોજના અમલમાં મૂકવામાં આવશે.
- ‘વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા’નો સિદ્ધાંત અપનાવવામાં આવશે.
- બળજબરીથી અને કપટપૂર્ણ ધર્માંતરણ સામે કડક કાયદો બનાવવામાં આવશે.
- વાઘ, ચિત્તો, હાથી, ગેંડા, જંગલી ડુક્કર અને વાંદરાઓ જેવા જંગલી પ્રાણીઓના કારણે થતા જાનહાની અને સંપત્તિને રોકવા માટે AI ટેકનોલોજી અને ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવશે.