ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર આવશે: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે ‘2024માં રાજ્યમાં મહાયુતિની સરકાર આવશે એ કાળા પથ્થર પરની રેખા છે.’ આગળ વધીને વધુ એક મોટું નિવેદન આપ્યું હતું કે, ‘2024માં, મહારાષ્ટ્રમાં મહાયુતિની અને 2029માં માત્ર ભાજપની સરકાર લાવીશું. ત્યારે એકલા કમળની સરકાર હશે.’
મુંબઈમાં ભાજપના કાર્યકર્તા મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધિત કરતા ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
અમિત શાહના આ નિવેદનનું વધુ મહત્વ છે. કારણ કે મહારાષ્ટ્રમાં બે પ્રાદેશિક પક્ષોમાં મોટું ભંગાણ પડ્યું છે અને આ બંને પક્ષોનું મોટું જૂથ હાલમાં સત્તાધારી ભાજપ સાથે મહાયુતિમાં સામેલ છે.
અમિત શાહે 2029ની ચૂંટણીમાં કમળની સરકાર આવશે એવું નિવેદન આપ્યું છે તો તે સમયે મહાયુતિમાં સામેલ અન્ય સહયોગીઓનું શું થશે? તેવો પ્રશ્ર્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.
જે સરકારો કામ કરે છે તેઓ જ ચૂંટણી જીતે છે, અમે કેન્દ્રમાં સતત ત્રીજી સરકાર બનાવી છે. તમારી હતાશાને દૂર કરો. કોઈપણ સર્વેનો વિચાર કરશો નહીં. હું કહું છું કે રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર બનશે. તેના માટે સખત મહેનત કરો. આ વર્ષે 2024માં મહાયુતિની સરકાર આવશે, આ છે કાળા પથ્થર પરની રેખા. 2029માં ભાજપ એકલા હાથે શાસન કરવા માંગે છે. આ વર્ષે જ સાંભળો, 2024માં ગઠબંધનની સરકાર બનશે, પરંતુ 2029માં શુદ્ધ કમળની સરકાર હશે, એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
અમિત શાહે કાર્યકરોને મૂલ્યવાન સૂચનાઓ
અહીં 6 લોકસભા બેઠકો છે જ્યાં આપણી પાસે 6 વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી છે, પરંતુ 1 સીટ પર તેઓ બહુમતી સાથે જીત્યા હતા. તેનો અર્થ એ છે કે જો આપણે 6 વિધાનસભા જીતીશું તો તેઓ માત્ર એક જ જીતશે. શું તમે આનો અર્થ સમજો છો? એમ અમિત શાહે કાર્યકરોને પૂછ્યું હતું. મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ જે યોજના બનાવશે તેનો અમલ કરો. મંડળ અને વોર્ડ સ્તરે યોજના પહોંચાડો. જીત આપણી જ થશે.
તેમણે કાર્યકરોને એવી હાકલ કરી હતી કે 10 ટકા મતદાન વધારો. સરકાર તમારી છે. કોર્પોરેટરો, વિધાનસભ્યો અને સાંસદો સામેની નારાજગી દૂર કરો. આપણને દરેક બૂથ પર 10 કાર્યકરોની જરૂર છે. દશેરાથી લઈને પ્રચારના અંત સુધી આ કાર્યકરો તેમના બૂથની આસપાસ ફરતા રહેશે, એમ અમિત શાહે કાર્યકરોને સૂચના આપી હતી.
અમિત શાહની મુલાકાતનું કારણ
અમિત શાહે મુંબઈની મુલાકાત લીધી કેમ કે મુંબઈમાં વિધાનસભાની 36 બેઠક છે. 2019માં ભાજપ આમાંથી 16 બેઠક પર વિજયી થયું હતું. આ પહેલાં અમિત શાહે વિદર્ભની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં 2019માં વિદર્ભની 62માંથી 44 બેઠકો પર ઉમેદવાર આપનારી ભાજપને 29 બેઠકો પર વિજય મળ્યો હતો. જ્યારે લોકસભાની ચૂંટણીમાં વિદર્ભમાંથી ફક્ત 10 બેઠકમાંથી બે પર વિજય મળ્યો હતો. અહીં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. અમિત શાહે વિદર્ભના કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે 2019ની સરખામણીએ મતદાનની ટકાવારીમાં 10 ટકાનો વધારો કરવા માટે કમર કસો.