મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સાથે સહયોગ કરવા આતુરઃ બિલ ગેટ્સ

મુંબઈઃ આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ તથા મહિલાઓની આજીવિકા માટે ડિજિટલ પ્લેટફોર્મ અંગે મહારાષ્ટ્ર સરકાર સાથે સહયોગ કરવા આતુર હોવાનું માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે અહીં અબજોપતિ બિલ ગેટ્સની મુલાકાત લીધી હતી. આરોગ્ય અને કૃષિ ક્ષેત્ર એઆઇનો ઉપયોગ તથા મહિલાઓની આજીવિકા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર મહારાષ્ટ્ર સરકાર સાથે સહયોગ કરવાની તક માટે હું ઘણો ઉત્સુક છું. મહારાષ્ટ્રમાં લોકોનું જીવન સુધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું, એમ બિલ ગેટ્સે ફડણવીસને ટેગ કરતા એક્સ પર પોસ્ટ કર્યુ હતું.

આ પણ વાંચો: બિલ ગેટ્સ મુંબઈમાં ફડણવીસને કેમ મળ્યા, જાણો શું થઈ ચર્ચા?

બિલ ગેટ્સ સાથેની બેઠક બાદ ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં ચાલતી લખપતિ દીદી અને લાડકી બહેન જેવી યોજનાઓ વિશે ચર્ચાઓ કરવાની સાથે એઆઇ સહિતની ટેક્નોલોજીના ઉપયોગ વિશે પણ ચર્ચા કરાઇ હતી. ગેટ્સ ફાઉન્ડેશન મહારાષ્ટ્રને મેલેરિયા મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારની સાથે પાર્ટનર હશે, એમ ફડણવીસે વધુમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button