મહારાષ્ટ્ર
બીડમાં કાર સાથે જીપ અથડાતાં ત્રણનાં મોત, બે ઘાયલ

બીડ: બીડ જિલ્લામાં કાર સાથે જીપ અથડાતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય બે જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
અંબાજોગાઇ-લાતુર હાઇવે પર બર્દાપુર ક્રોસરોડ ખાતે સોમવારે રાતે 10.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
જીપ બીડથી લાતુર જતી હતી ત્યારે સામેથી આવી રહેલી કાર સાથે તે ભટકાઇ હતી. કારમાં હાજર ત્રણ જણનાં ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે જીપમાંના બે જણને ઇજા પહોંચી હતી.
આપણ વાચો: ગોરેગામમાં ડમ્પર સાથે મોટરસાઇકલ અથડાતાં યુવકનું મોત: મિત્ર ઘાયલ…
ઘાયલોને બાદમાં સારવાર માટે લાતુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય જણ લાતુરના રહેવાસી હતા, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)



