બંજારા અનામતની માંગણીને લઈને યુવકે જીવનનો અંત આણ્યો

બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મંગળવારે બંજારા સમુદાયને અનુસૂચિત જનજાતિ (એસટી) શ્રેણીમાં અનામતની માંગણીને લઈને ૩૨ વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરી હતી .
ગોરાઈ તાલુકાના કેકટ પાંગરી ગામમાં ઝાડ પર લટકતા પહેલા, પ્રવીણ બાબુરાવ જાધવે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે આ આત્યંતિક પગલાના કારણો જણાવ્યા હતા.
મૃતદેહ ગોરાઈ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, ત્યારે સ્થાનિક લોકોએ ધુળે-સોલાપુર રોડ પર નાકાબંધી કરી, અને સરકાર પાસે આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી.
આપણ વાચો: નિવૃત્ત શિક્ષકનો આત્મહત્યાનો પ્રયાસ દીકરીએ મહારાષ્ટ્ર્ના પ્રધાનના સગા સામે આંગળી ચીંધી…
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંજારાને એસટી શ્રેણી હેઠળ અનામત લાભો ન મળવાથી જાધવ નારાજ હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા હૈદરાબાદ ગેઝેટમાં પાત્ર મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપતા (જેથી તેઓ ઓબીસી અનામત મેળવી શકે) તેણે નિરાશા વ્યક્ત કરી હતી, અને પૂછ્યું હતું કે બંજારાને પણ એસટી ક્વોટા કેમ આપવામાં આવ્યો નથી, એમ અધિકારીએ ઉમેર્યું.
નાયબ પોલીસ અધિક્ષક અનિલ કટાકેએ જણાવ્યું હતું કે,ગૌરાઈ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. પીટીઆઈ



