આદિવાસીઓના ઉત્થાન માટે ફડણવીસે ‘વાંસ મિશન’ શરૂ કર્યું | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

આદિવાસીઓના ઉત્થાન માટે ફડણવીસે ‘વાંસ મિશન’ શરૂ કર્યું

પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના આદિવાસીઓને ટકાઉ આજીવિકા પૂરી પાડવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

મુખ્ય પ્રધાને 70 વર્ષના આદિવાસી રઘુ અવારે જે બંધુઆ મજૂરીનો ભોગ બન્યા હતા તેમની સાથે સોમવારે વરસતા વરસાદમાં પાલઘર જિલ્લાના વસઈમાં તેમને ફાળવવામાં આવેલી જમીન પર વાંસનો છોડ વાવીને ‘વાંસ મિશન’ની શરૂઆત કરી હતી, જેનો હેતુ થાણે અને પાલઘરમાં એક કરોડ વાંસના વૃક્ષો વાવવાનો હતો.

આપણ વાંચો: ઘરનાં ઘરનું સ્વપ્ન થશે સાકાર; PM ગ્રામીણ આવાસ યોજનાની સહાયમાં વધારો…

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રોજગાર ગેરંટી યોજના હેઠળ અમલમાં મુકવામાં આવનાર આ કાર્યક્રમ આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવવા, તેમને ટકાઉ આજીવિકા પ્રદાન કરવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રચાયેલ છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button