‘બાળરાજે’ ક્યાં ગાયબ?: નેતાએ કાર્ટૂન શેર કરીને કોના પર નિશાન તાક્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી (LokSabha Election)ની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી દીધી હોવા છતાં ચૂંટણી રેલીઓ અને સભાઓમાંથી ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે ગાયબ દેખાઇ રહ્યા છે. એટલે કે ‘બાળરાજે’ ક્યાં ગાયબ છે, તેવો સવાલ ભાજપના એક નેતાએ સવાલ કરીને કરીને આદિત્ય ઠાકરે ઉપર નિશાન તાકવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે ટ્વિટ કરીને એક કાર્ટૂન શેર કર્યું હતું, જેમાં દોઢ મહિનાથી આદિત્ય ઠાકરે ગાયબ હોવાનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ક્યાં છે?
છેલ્લા અમુક દિવસોથી તેમના ઉદ્ધવ ઠાકરેના યુવરાજે કોઇ રેલી નથી કરી, કોઇ પ્રેસ કોન્ફરન્સન થી કરી, પોતાના પિતા પાછળ પાછળ દોડનારા યુવરાજ ક્યાં છૂપાયેલા છે, તેવો પ્રશ્ર્ન ટ્વિટમાં પૂછવામાં આવ્યો છે.
જ્યારે શેર કરવામાં આવેલા કાર્ટૂનમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મોટો પરાજય સામે દેખાતો હોવાના કારણે આદિત્ય ઠાકરે છુપાઇને બેઠા હોવાનું પણ દેખાડવામાં આવ્યું છે.