આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલમહારાષ્ટ્ર

Maharashtra માં માલગાડીને ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ , રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક મળ્યા

સોલાપુર : દેશના અનેક રાજ્યોમાં રેલવેને નુકશાન પહોંચાડવાના ચાલી રહેલા ષડયંત્ર વચ્ચે મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ માલગાડીને ઉથલાવી દેવાની ઘટના બની છે. જેમાં સોલાપુરમાં માલગાડીને ઉથલાવવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો હતો. ટ્રેનના લોકો પાયલોટની સતર્કતાના કારણે અકસ્માત ટળી ગયો હતો. રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયરે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ ચાલુ છે.

કાનપુરમાં ISISના ખુરાસન મોડ્યુલ સાથે લિંક

આ દરમ્યાન તપાસ એજન્સીઓને કાનપુરમાં ટ્રેન ઉથલાવવાના કાવતરામાં ISISના ખુરાસન મોડ્યુલની સંડોવણી હોવાની શંકા છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જેહાદી બનાવવામાં આવે છે એટલે કે તેમનું બ્રેઈનવોશ કરવામાં આવે છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા બોમ્બ બનાવવા જેવી ટ્રેનિંગ આપવામાં આવે છે. રેલ્વે ટ્રેક પરથી જે પ્રકારનું મટીરીયલ મળી આવ્યું છે તેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓ સ્વયં કટ્ટરપંથી બની શકે છે.

અજમેરમાં પણ ષડયંત્ર

જ્યારે રાજસ્થાનના અજમેરમાં પણ સરધના અને બાંગર ગ્રામ રેલ્વે સ્ટેશનો વચ્ચે બે સ્થળોએ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક્સ મળ્યા હતા. સદનસીબે ટ્રેન તેમને તોડીને આગળથી પસાર થઈ હતી અને કોઈ અકસ્માત થયો ન હતો. આ ઘટના રવિવારે રાત્રે ફૂલેરાથી અમદાવાદ રૂટ પર બની હતી. આ માલગાડી ફુલેરાથી અમદાવાદ જઈ રહી હતી. મળતી માહિતી મુજબ SIT આ સમગ્ર મામલાની તપાસ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button