Assembly Election: અભિનેત્રી કંગનાએ નાગપુરમાં કર્યો પ્રચાર, રોડ શોમાં લીધો ભાગ

નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યા પછી હવે સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં આવ્યા છે, જેમાં આજે નાગપુરની રેલીમાં જાણીતી અભિનેત્રી અને સાંસદ કંગનાએ ભાગ લઈને ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભગવા પક્ષના ઉમેદવાર માટે ભાજપના સંસદસભ્ય અને અભિનેત્રી કંગના રનૌટે આજે નાગપુરમાં રોડ શો યોજ્યો હતો.
કંગના નાગપુર સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પ્રવિણ દટકે માટે પ્રચાર કરી રહી હતી. શહેરના બંગાળી પંજા વિસ્તારમાંથી રોડ શોની શરૂઆત કર્યા બાદ અભિનેત્રી હવે નાગપુર પશ્ચિમ મત વિસ્તારમાં રોડ શો પણ કરશે.
આ પણ વાંચો : Assembly Election: ‘બાળ ઠાકરે’ની ‘પુણ્યતિથિ’એ બંને શિવસેનામાં ‘પોસ્ટર વોર’ શરૂ…
દટકે રાજ્ય વિધાન પરિષદના સભ્ય અને પક્ષના શહેર એકમના ભૂતપૂર્વ વડા છે. 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
(પીટીઆઈ)