રાયગઢ જિલ્લા પરિષદની શાળાઓમાં 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક | મુંબઈ સમાચાર

રાયગઢ જિલ્લા પરિષદની શાળાઓમાં 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક

અલીબાગ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના 11 તાલુકાઓમાં જિલ્લા પરિષદની શાળાઓમાં દર મહિને 20,000 રૂપિયાના માનદ વેતન પર કુલ 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જિલ્લા પરિષદની શાળાઓમાં શિક્ષકોની 1,250 જગ્યાઓ ખાલી છે અને આ પગલાથી સિસ્ટમ પરનો તાણ ઓછો થવાની અપેક્ષા છે.

જિલ્લા પરિષદ અધિકારીએ જણાવ્યું હતું કે મહાડમાં 31 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, મ્હાસલામાં 25, પેન અને રોહામાં દરેક 23, સુધાગઢમાં સાત, પોલાદપુરમાં ત્રણ, તાલામાં બે અને મુરુડમાં એક. આ નિમણૂક ટેમ્પરરી છે અને શાળાઓની ફાળવણી સંબંધિત બ્લોક વિકાસ અને શિક્ષણ અધિકારીઓ દ્વારા જરૂરિયાત મુજબ કરવામાં આવશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

સંબંધિત લેખો

Back to top button