રાજ્યમાં જિલ્લા પરિષદના પ્રમુખપદ માટે અનામતની જાહેરાત | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

રાજ્યમાં જિલ્લા પરિષદના પ્રમુખપદ માટે અનામતની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની 34 જિલ્લા પરિષદોના પ્રમુખપદ માટે અનામતની યાદી આજે જાહેર કરવામાં આવી હતી.
જાહેર કરાયેલ યાદી અનુસાર, થાણે, પુણે, રાયગઢ, સિંધુદુર્ગ, નાસિક, જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, બુલઢાણા, યવતમાળ અને નાગપુર જિલ્લા પરિષદના પ્રમુખ પદ સામાન્ય શ્રેણી માટે ઓપન રાખવામાં આવ્યા છે. આમાં, થાણે, સાંગલી, કોલ્હાપુર, લાતુર, અમરાવતી, ગોંદિયા, ગઢચિરોલી જિલ્લામાં સામાન્ય (મહિલા) અનામત લાગુ કરવામાં આવી છે.

બીડ (મહિલા), હિંગોલી, પરભણી, વર્ધા અને ચંદ્રપુર (મહિલા)ની જગ્યાઓ અનુસૂચિત જાતી માટે અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત જનજાતી માટે, પાલઘર, નંદુરબાર, અહિલ્યાનગર (મહિલા), આકોલા (મહિલા) અને વાશિમ (મહિલા) જિલ્લામાં પ્રમુખના પદ અનામત રાખવામાં આવ્યા છે.

પછાત વર્ગો (ઓબીસી) રત્નાગીરી (મહિલા), ધુળે (મહિલા), સાતારા (મહિલા), સોલાપુર, જાલના (મહિલા), નાંદેડ, ધારાશિવ (મહિલા), નાગપુર અને ભંડારા જિલ્લાના પ્રમુખપદ અનામત રાખવામાં આવ્યા છે.

આ અનામતની જાહેરાત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય ગણતરીઓમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. પક્ષ સ્તરે ઉમેદવારોની પસંદગી કરતી વખતે આ અનામતનો વિચાર કરવો પડશે અને મહિલા અનામત ઘણા જિલ્લાઓમાં નવા નેતૃત્વની તકો પૂરી પાડશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button