મહારાષ્ટ્ર

શરદ પવારે જ ધનંજય મુંડેને પાઠ ભણાવવો જોઇતો હતોઃ કોણે આપ્યું નિવેદન?

મુંબઇ: સંતોષ દેશમુખની હત્યાના કેસ પછી સામાજિક કાર્યકર અંજલિ દમાનિયા આક્રમક ભૂમિકા હાથ ધરી હતી. એટલું જ નહીં, ધનંજય મુંડે પર પણ તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી.

AAP leader questioned Uddhav, Ajit Pawar's income

તેમણે ધનંજય મુંડેના રાજીનામા અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અનેક પત્રો મોકલ્યા હતા. સંતોષ દેશમુખની હત્યાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને ત્યાર બાદ ધનંજય મુંડેએ રાજીનામું મુખ્ય પ્રધાનને રાજીનામું આપ્યું હતું. જોકે મુંડેએ એ સમયે એમ કહ્યું હતું કે તેઓ તબીબી કારણોસર રાજીનામું આપી રહ્યા છે.

આ પણ વાંચો: સાગરમાં તોફાન ખુરશી જ નહીં, માન પણ ગુમાવશો! ધનંજય મુંડેના રાજીનામા પછી, મુખ્ય પ્રધાને મિનિસ્ટરોને આડેહાથ લીધા

અંજલિ દમાનિયાનો આરોપ છે કે બીડની બદનામી કરવામાં આવી રહી છે. અંજલિ દમાનિયાએ કહ્યું હતું કે બીડમાંના તમામ અધિકારીઓને બદલો. દમાનિયાએ આ સવાલ ઉઠાવ્યો કે શરદ પવારે ધનંજય મુંડેને પાઠ કેમ શીખવ્યો નથી.

અંજલિ દમાનિયાએ વધુમાં જણાવ્યું હતું કે બીડમાં પોલીસ વિભાગના તમામને અન્ય રાજ્ય જિલ્લાઓમાં મૂકી દેવા જોઇએ. જો પક્ષના નેતાઓ ખોટા છે, તો તેઓએ તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. દમાનિયાએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button