મહારાષ્ટ્ર

… અને આગમાં ટ્રેનના પાંચ કોચ બળી ગયા!

અહેમદનગરઃ સોમવારે અહેમદનગર-આષ્ટી ટ્રેનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની હતી અને આ આગમાં ટ્રેનનામાં ચાર-પાંચ કોચ બળી ગયા હતા. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોય એવી માહિતી મળી નથી અને અગ્નિશામક દળની પાંચ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની માહિતી ફાયર બ્રિગેડ દ્વારા આપવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર ટ્રેનમાં આગ લાગતા જ અમુક પ્રવાસીઓએ કૂદકા મારીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આગને કારણે રેલવેને મોટું નુકસાન થયું છે. દરમિયાન કોઈ પ્રવાસી ટ્રેનમાં ફસાયેલા તો નથી ને એની તપાસ કરાઈ રહી છે. આ ઘટનાને કારણે પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.


શિરાડોહ વિસ્તારમાં આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી હતી અને આગ ચોક્કસ કયા કારણસર લાગી હતી એનું કારણ જાણી શકાયું નહોતું. પોલીસ અને રેલવેના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. યુદ્ધના ધોરણે આગ બુઝાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ આગ આગળ ન ફેલાય એ માટે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 8 કોચની ડેમુ ટ્રેન આશરે ત્રણ વાગ્યે અહેમદનગર અને નારાયણપુર સ્ટેશનની વચ્ચે હતી ત્યારે આ ઘટના બની હતી. આગ લાગી હોવાની માહિતી મળતાં જ પ્રવાસીઓએ ટ્રેનની બહાર કૂદકા મારીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાની માહિતી નથી મળી રહી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button