થાણેમાં એકનાથ શિંદેના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા બનશે | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

થાણેમાં એકનાથ શિંદેના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી છે કે થાણે શહેરમાં તેમના ગુરુ આનંદ દિઘેની 42 મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

તેમણે ગુરુવારે શિવાજી મેદાન ખાતે ઘડિયાળ ટાવરના નવીનીકરણ માટે ‘ભૂમિપૂજન’ સમારોહ દરમિયાન આ જાહેરાત કરી હતી જ્યાં પ્રતિમા બનાવવામાં આવશે.

શિંદેએ કહ્યું કે નવીનીકરણ કરાયેલ પરિસરમાં ફક્ત વિશાળ પ્રતિમા જ નહીં હોય, પરંતુ વિવિધ નાગરી-કેન્દ્રિત સુવિધાઓ પણ હશે.

આ પણ વાંચો: ઇન્જેક્શન આપી આનંદ દિઘેની હત્યા કરાઇ? શિંદે જૂથના વિધાનસભ્યનો મોટો દાવો…

થાણેના અત્યંત લોકપ્રિય શિવસેના નેતા દિઘેનું ઓગસ્ટ 2001માં એક અકસ્માત બાદ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

શિંદેએ કહ્યું હતું કે, આ કામ માટે 11 કરોડ રૂપિયાનું બજેટ પહેલેથી જ મંજૂર કરવામાં આવ્યું છે. જેમના આશીર્વાદથી હું મુખ્ય પ્રધાન બન્યો એ દિઘે સાહેબને માટે ક્યારેય ભંડોળની કમી રહેશે નહીં, એમ તેમણે ઉમેર્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button