મહારાષ્ટ્ર

… અને અમૃતા ફડણવીસ પોતાને રોકી શક્યા નહીં

તમે પણ જોયો કે નહીં આ Viral Video?

નાગપુર : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતા હોય છે અને એ જ સિલસિલો આગળ વધારતા તેઓ ફરી એક વખત હેડલાઈન્સમાં આવ્યા છે. આ વખતે તેઓ ચર્ચામાં આવ્યા છે તેમના ગરબાને કારણે અને તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ પણ થઈ રહ્યો છે.

હાલમાં દેશભરમાં ધામધૂમથી નવરાત્રિની ઊજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન નાગપુરમાં પણ પણ યોજાયેલા એક નવરાત્રિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવેન્દ્ર ફડણવીસે પત્ની અમૃતા સાથે હાજરી આપી હતી. ગરબે ઘૂમી રહેલાં ખૈલેયાઓને જોઈને અમૃતા પણ ગરબા રમવાનો પોતાનો મોહ છોડી શક્યા નહીં અને તેઓ ગરબે ઘુમ્યા હતા. હાલમાં તેમનો આ જ ગરબા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ એના પર ધમાલ કમેન્ટ કરી રહ્યા છે.

https://twitter.com/Msamachar4u/status/1716390488570532054

ઘટના રવિવારની છે. નાગપુર ખાતે યોજાયેલાં નવરાત્રિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પત્ની અમૃતા સાથે પહોંચ્યા હતા. હવે પંડાલમાં પહોંચીને ગરબાની ધૂન સાંભળીને પગ ના થિરકે તો જ નવાઈ. બસ આવું જ કંઈ અમૃતા ફડણવીસ સાથે પણ બન્યું હતું. તેઓ પણ ખૈલેયા વચ્ચે જઈને ગરબે ઘૂમ્યા હતા અને એ સમયનો જ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર અમૃતા ફડણવીસ ખૂબ જ એક્ટિવ છે અને તેઓ અવારનવાર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરીને લાઈમલાઈટ ચોરી લેચા હોય છે. પરંતુ ગરબે રમતાં અમૃતા ફડણવીસના વીડિયોએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે અને લોકો તેમના આ વીડિયો પર કમેન્ટ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો