ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Amit Shah: NDAમાં સીટ વહેંચણી અંગે ખેંચતાણ વચ્ચે અમિત શાહ મહારાષ્ટ્ર પહોંચ્યા, આ વિસ્તારોની મુલાકાત લેશે

મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) મહારાષ્ટ્રના 2 દિવસના પ્રવાસે (Maharstra Visit) છે. તેઓ સોમવારે રાત્રે 10 વાગ્યે સંભાજીનગર (ઔરંગાબાદ) પહોંચ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના ત્રણ મહત્વના વિસ્તારો એટલે કે મરાઠવાડા, વિદર્ભ, ખાનદેશની મુલાકાત લેશે. મરાઠાવાડા મરાઠા અનામત આંદોલનનું કેન્દ્ર છે.

ગૃહપ્રધાન અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન વચ્ચે સીટની વહેંચણીને લઈને સમાધાન થઇ શક્યું નથી. અહેવાલો મુજબ NDAનાસાથી પક્ષો NCP (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) આગામી લોકસભા ચૂંટણી માટે વધુ સીટોનો દાવો કરી રહ્યા છે. જેના કારણે ભાજપ પર દબાણ વધી રહ્યું છે.


તમને જણાવી દઈએ કે અમિત શાહનો આજે અકોલા, જલગાંવ અને છત્રપતિ સંભાજીનગરમાં કાર્યક્રમ છે. અમિત શાહ અકોલા અને સંભાજી નગરમાં રોડ શો કરશે, જ્યારે તેઓ સંભાજી નગરમાં જાહેર સભા કરશે.


અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હું મંગળવારે અકોલા, જલગાંવ અને છત્રપતિ સંભાજીનગરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રાજ્યના યુવાનો અને અમારા મહેનતુ કાર્યકર્તાઓને મળવા માટે ઉત્સાહિત છું.


અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યાના દિવસો બાદ આવે છે, જેમાં મહારાષ્ટ્રના કોઈ ઉમેદવારનું નામ નથી. સંભવતઃ, ભાજપે તેની પ્રથમ યાદીમાં મહારાષ્ટ્રનો સમાવેશ કર્યો ન હતો કારણ કે સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું ન હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત