Alert: પુણેમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીના આપઘાતનો કેસ 37 દિવસ બાદ ઉકેલાયો

મુંબઈઃ પુણેમાં એક એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીએ 15મા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યાની ઘટનાથી પિંપરી-ચિંચવડ હચમચી ઊઠ્યું હતું. જોકે આ પોલીસે કરેલી તપાસ બાદ અંગેનું સત્ય 37 દિવસ બાદ બહાર આવ્યું હતું અને પોલીસે યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપનારા તેના બોયફ્રેન્ડ પ્રણવ ડોંગરેની ધરપકડ કરી હતી. આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર તાથવડે ખાતેની એક બિલ્ડંગના પંદરમા માળેથી સહિતી રેડ્ડીએ કૂદકો મારીને જીવન ટૂંકાવી લીધું હતું. જોકે તેણે આત્મહત્યા કરવાનું કારણ પોલીસને ત્યારે હાથ લાગ્યું હતું કે જ્યારે તેણે આત્મહત્યા કરતાં પહેલાં 42 મિનિટની એક ઓડિયો ક્લિપ તેના ફ્રેન્ડને મોકલાવી હતી, જેમાં ચોંકાવનારું કારણ બહાર આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી વાકડ પોલીસે બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો…ભિવંડીમાં કોચિંગ ક્લાસિસમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં
પોલીસએ આ કેસની વધુ માહિતી આપતાં કહ્યું હતું કે રેડ્ડી અને પ્રણવ વચ્ચે બે વર્ષ પહેલાં મિત્રતા થઇ હતી અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જોકે થોડા સમય બાદ પ્રણવે પોતાનો અસલી મિજાજ દાખવ્યો હતો અને રેડ્ડીને તેણે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. રેડ્ડીએ જીવન ટૂંકાવતાં પહેલાં તેના ફ્રેન્ડને મોકલેલી ઓડિયો ક્લિપમાં આ કહેવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હું પ્રણવના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી રહી છું અને મારી બિલ્ડિંગના ટેરેસ પર મેં મારો મોબાઈલ ક્યાં છુપાવ્યો છે અને તેનો પાસવર્ડ પણ મોકલુ છું પોલીસને એ જગ્યાએથી મોબાઈલ મળ્યો હતો અને રેડ્ડીએ મોકલાવેલી ક્લિપની ખાતરી કર્યા બાદ પ્રણવની ધરપકડ કરી હતી.