મહારાષ્ટ્રની ચિંતા વધી: ઓક્ટોબર મહિનામાં 852 બાળમૃત્યુની નોંધ, આ જિલ્લામાં મૃત્યુદર સૌથી વધુ
મુંબઇ: રાજ્યમાં એક તરફ અનેક શહેરોમાં દુષ્કાળગ્રસ્ત સ્થિતીની લટકતી તલવાર છે ત્યાં બીજી બાજુ કુપોષણને કારણે બાળમૃત્યુ દરમાં થઇ રહેલ વધારો ચિંતાનો વિષય બની ગયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આખા રાજ્યમાં 852 બાળમૃત્યુ નોંધાયા છે. જેમાં 659 નવજાત શીશુ છે. જ્યારે 1 થી પાંચ વર્ષની વયજૂથમાં 193 બાળમૃત્યુ નોંધાયા છે.
આંગનવાડીના માધ્યમથી બાળકોને પોષણ આહાર આપવામાં આવતો હોવા છતાં તેટલું જ પૂરતું નથી. ખરેખ તો કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવાની જરુર છે. તથા કુપોષણ ન થાય તે માટે પ્રતિબંધનાત્મક પગલાં લેવાની પણ જરુર છે. ભવિષ્યમાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતીમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
તેથી પ્રતિબંધનાત્મક સ્તરે અલગ અલગ ઉપાયો કરવાની જરુર છે. એમ એક્સપર્ટ્સનું માનવું છે. રાજ્યમાં હાલમાં 553 યોજાનાઓ આંતર્ગત 1,10,444 આંગનવાડીઓ કાર્યરત છે. જેમાં 97473 મુખ્ય આંગનવાડી અને 12971 મિની આંગમવાડી છે.
દરેક જિલ્લા મુજબ વાત કરીએ તો બુલઢાણામાં આ સમય દરમીયાન 63 બાળકોના મોત થયા હતાં. જ્યારે નગરમાં 57, સોલાપુર 57, અમરાવતી 49, કોલ્હાપુર 40, નાગપૂર 38, નાશિક 37, યવતમાળ 36, જલગાવ 32, વર્ધા 30, ઔરંગાબાદ 30, લાતૂર 29, સાંગલી 29, પુણે 22, વાશિમ 29, બીડ 29, ભંડારા 20ઉસ્માનાબાદ 19. ચંદ્રપુર 18, અકોલા 18, સાતારા 17, હિંગોલી 16, ગઢચિરોલી 15, ગોંદિયા 13, રત્નાગિરી 11, થાણે 11, પરભણી 11, સિંધુદુર્ગ 09, ધુલે 07, મુંબઇ 07, નાંદેડ 09, રાયગડ 02 એમ કુલ 852 બાળમૃત્યુ નોંધાયા છે.