મહારાષ્ટ્ર

‘Akhanda 2’ના મેકર્સે કરી મોટી જાહેરાત: આ ખાસ વ્યક્તિ માટે મેકર્સ રાખશે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ…

હાલમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મ અખંડાઃ 2ની ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનો પહેલો પાર્ટ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને હવે ફિલ્મના બીજા ભાગને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કમાણીના આંકડા જોતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધડાકો કરશે, એમાં કોઈ શંકા નથી. આ બધા વચ્ચે ફિલ્મના ડિરેક્ટર બોયાપતિ શ્રેનુએ એક મોટી જાહેરાત કરી છે. ચાલો જોઈએ શું છે આ જાહેરાત…

ફિલ્મ અખંડા 2ના ડિરેક્ટર બોયાપતિ શ્રેનુએ હાલમાં જ હૈદરાબાદ ખાતે ફિલ્મની સક્સેસ મીટમાં પહોંચ્યા હતા. આ સમયે તેમણે ફિલ્મને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે, જે સાંભળીને ફેન્સની ઉત્સુક્તા ખૂબ જ વધી ગઈ છે. બોયાપતિ શ્રેનુએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેમણે આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી છે. આ સ્પેશિયલ સ્ક્રીનિંગ કોઈ બીજા માટે નહીં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કરવામાં આવશે.

આપણ વાચો: વાયરલ વીડિયોઃ ‘ઉમરાવ જાન’ના સ્ક્રીનિંગમાં આ સ્ટાર કિડે રાજ બબ્બરના ચરણ સ્પર્શ કરીને જીત્યા દિલ

વડા પ્રધાન મોદીજી પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મમાં સનાતન ધર્મના ગુણગાન કરવામાં આવ્યા છે અને આ જ કારણસર પીએમ મોદીજી આ ફિલ્મ જોવાની તક નથી ગુમાવવા માંગતા. પરિણામે મેકર્સ દ્વારા ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું પીએમ મોદીજી માટે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પહેલાં રણવીર સિંહ સ્ટારર ધુરંધર સાથે રીલિઝ થવાની હતી. એડવાન્સ બુકિંગના મામલામાં પણ ફિલ્મ અખંડા-2 ફિલ્મ ધુરંધરથી આગળ નીકળતી દેખાઈ રહી હતી. પરંતુ અમુક લીગલ કારણોસર આ ફિલ્મ પાછળથી રીલિઝ કરવામા આવી હતી. હવે આ ફિલ્મ રીલિઝના પહેલાં વીક-એન્ડથી ધમાલ મચાવી રહી છે.

હવે તો ફિલ્મને એક મોટો બુસ્ટ મળશે અને એમાં નિમિત્ત બનશે પીએમ મોદીજી. જો પીએમ મોદી આ ફિલ્મ જોશે તો નોર્થ ઝોનમાં આ ફિલ્મને લઈને ફેન્સની ઉત્સુક્તા વધી શકે છે અને એની સીધે સીધી અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર જોવા મળી શકે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ત્રણ જ દિવસમાં ફિલ્મે 80 કરોડની કમાણી કરી લીધી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button