મહારાષ્ટ્ર

ચૂંટણી વખતે જાહેર યોજનાઓના કારણે તિજોરી પર ભારણઃ અજિત પવારે આપ્યા આ નિર્દેશ

મુંબઈ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને શરૂ કરવામાં આવેલી નાણાકીય લાભ યોજનાઓથી મહારાષ્ટ્રની તિજોરી પર બોજ લાગવા માંડ્યો છે. ચૂંટણી દરમિયાન મહાગઠબંધન સરકારે ઘણી યોજનાઓની જાહેરાતો કરી હતી, જેનાથી મહાગઠબંધન સરકારને વિધાનસભાની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો હતો. જો કે, હવે આ બોજારૂપ યોજનાઓને કારણે રાજ્યની તિજોરી ડગમગી રહી હોવાનું બહાર આવ્યું છે.

આથી રાજ્યના નાણાપ્રધાન અજિત પવારે આ બાબતે મહત્વનો નિર્ણય લીધો છે. અજિત પવારે નાણા અધિકારીઓને ફંડ ડાયવર્ટ કરતા પહેલા સ્થાનિક સ્તરે કોઈ પણ યોજનાઓની શક્યતા તપાસવા માટે નિર્દેશ આપ્યો છે, જેના કારણે આદિવાસી વિભાગ, સામાજિક ન્યાય વિભાગ સહિતની અનેક લોકલાભની યોજનાઓના ફંડમાં કાપ મુકાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં અજિતદાદા ‘તિજોરી’ ભરશેઃ શિંદે છૂટે હાથે પૈસા ખર્ચશે

અજિત પવારે નાણા અધિકારીઓને જાહેર યોજનાઓ, આદિવાસી, સામાજિક ન્યાય વિભાગ અને ડીપીડીસી (જિલ્લા આયોજન વિકાસ સમિતિ)ની યોજનાઓ પર જરૂર પડ્યે જ ખર્ચ કરવાનું મહત્વનું સૂચન આપ્યું છે. વ્યક્તિગત લાભની યોજનાઓ પર નિયંત્રણ નહીં લાદવાનું તેમણે સૂચન આપ્યું છે, જેમાં લાડકી બહેન યોજના અને શિષ્યવૃત્તિ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વિકાસના પ્રોજેક્ટનો ખર્ચ વાસ્તવમાં જરૂરિયાતો જોયા પછી જ કરવાનો નાણા વિભાગના અધિકારીઓને કહેવામાં આવ્યું છે. આથી જિલ્લા કક્ષાની યોજનાઓમાં બ્રેક કે કોસ્ટ કટિંગની શક્યતા નકારી શકાતી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button