કર અને મહેસૂલ નિર્માણ પ્રક્રિયામાં સુધારો કરો, પરિણામો આપો: અજિત પવાર ઈન ઍકશન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે રાજ્યના નાણાં પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ વહીવટીતંત્રને કરની વસૂલાત અને મહેસૂલી આવકના નિર્માણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને સુધારવાનો નિર્દેશ આપ્યો હતો.
તેમણે અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી અને તેમને કરની વસૂલાત અને મહેસૂલી આવકના નિર્માણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સુધારીને યોગ્ય પરિણામો આપવાનો નિર્દેશ કર્યો હતો.
અજિત પવારે પડતર યોજનાઓ, મહેસૂલી આવકની સ્થિતિ અને ભંડોળની જરૂરિયાતોની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને ખેડૂતો અને સામાન્ય માણસના કલ્યાણને સુનિશ્ર્ચિત કરતી યોજનાઓ બનાવવા કહ્યું હતું.
આ પણ વાંચો : છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું
પવારની ઑફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે અધિકારીઓને કરચોરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
બેઠકમાં રાજ્યના મહેસૂલ અને ઔદ્યોગિક રોકાણમાં વધારો, કૃષિનો વિકાસ અને રોજગારીનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.