મહારાષ્ટ્ર

પુણેમાં કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અજિત પવારે કાકા સાથે આ શું કર્યું?

પુણેઃ દૌંડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આખા પવાર કુટંબે હાજરી આપી હતી. મહારાષ્ટ્રમાં પવાર કુટુંબ પાવર ફેમિલી તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જ્યારે ફૂટ પડી છે ત્યારથી તો કદાચ પહેલી જ વખત એવું બન્યું છે કે શરદ પવાર, અજિત પવાર અને સુપ્રિયા સુળે એક જ મંચ પર જોવા મળ્યા હતા. પરંતુ આ દરમિયાન કંઈક એવું જોવા મળ્યું હતું જેણે તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

અત્યાર સુધીનો એવો અનુભવ રહ્યો છે કે શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ભલે ભેગા થાય, પણ તેમ છતાં તેમની વચ્ચેનું અંતર ઉડીને આંખે વળગે છે. પુણે ખાતેના કાર્યક્રમ દરમિયાન પણ આ અંતર સ્પષ્ટ દેખાયું હતું અને રાજકીય વર્તુળોમાં એ અંગેની ચર્ચા પણ શરુ થઈ ગઈ છે.


પક્ષમાં પડેલી ફૂટ બાદ એક જ મંચ પર આવેલા કાકા-ભત્રીજા વચ્ચે કોઈ સંવાદ થાય છે કે નહીં એ તરફ લોકોની નજર હતી. દરમિયાન બંને વચ્ચે વાત-ચીત તો દૂરની વાત છે પણ અજિત પવારે કાકા શરદ પવારથી દૂર જ રહેવાનું પસંદ કર્યું હતું. અજિત પવારે ખુરશી પરની નેમ પ્લેટ કાઢીને કાકા શરદ પવારથી બે સીટ દૂર જઈને બેસવાનું પસંદ કર્યું હતું.
શરદ પવાર અને અજિત પવાર એક જ મંચ પર હતા અને એટલે જ લોકોને એમની વચ્ચે શું વાત-ચીત થાય છે એ તરફ બધાનું ધ્યાન હતું. પરંતુ દોઢ કલાકના આ કાર્યક્રમમાં શરદ પવાર અને અજિત પવાર વચ્ચે કોઈ ચર્ચા કે સંવાદ થયો નથી અને એટલે જ કાકા-ભત્રીજા વચ્ચે અંતર કાયમ હોવાનું જોવા મળી રહ્યું છે.


સાંસદ સુપ્રિયા સુળે અને અજિત પવારના પત્ની સુનેત્રા પવારે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને એ સમયે આ નણંદ-ભાભી દ્વારા એક સાથે ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થતાં જ શરદ પવાર વ્યાસપીઠ પર બિરાજમાન હતા અને અજિત પવાર એ સમયે એમની પાસે જઈને ઊભા રહ્યા હતા, પરંતુ તેમની વચ્ચે કોઈ સંવાદ થયો નહોતો. તેથી કાકા-ભત્રીજા વચ્ચે વચ્ચે કડવાશ કાયમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button