
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેમાં હિંજેવાડી આઈટી પાર્ક બેંગલુરુ અને હૈદરાબાદ ‘સ્થળાંતર’ થઈ રહ્યો હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.
પિંપરી-ચિંચવડમાં પાલિકાના કાર્યોનું નિરીક્ષણ કરતી વખતે પવારના ગુસ્સાવાળા સ્વરૂપનો એક વીડિયો વાયરલ થયો છે.
‘આપણે બરબાદ થઈ રહ્યા છીએ. હિંજેવાડીનો આખો આઈટી પાર્ક બહાર જઈ રહ્યો છે. તે પુણેથી, મહારાષ્ટ્રની બહાર બેંગલુરુ, હૈદરાબાદ જઈ રહ્યો છે, શું તમને કોઈ પરવા નથી?’ એમ પુણે જિલ્લાના પાલક પ્રધાને સ્થાનિક સરપંચ ગણેશ જાંભુળકર સાથેની વાત વખતે કહ્યું હતું.
આ પણ વાંચો: માણિકરાવ કોકાટે પર અજિત પવારે મૌન તોડ્યું, મોટી કાર્યવાહી કરવાની તૈયારી?
પવાર સવારે 6 વાગ્યે પાણી ભરાવા અને અન્ય સ્થાનિક સમસ્યાઓનો તાગ મેળવવા માટે હિંજેવાડી પહોંચ્યા હતા. તેમણે પિંપરી-ચિંચવડના અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી.
જ્યારે પવાર વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે જાંભુળકરે તેમનો સામનો કર્યો અને મીડિયાની હાજરીમાં સ્થાનિક સમસ્યાઓ વિશે ફરિયાદ કરી.
આ પણ વાંચો: NCPના નુકસાન માટે કોણ જવાબદાર? શરદ પવાર જૂથના સાંસદનો અજિત પવાર પર પ્રહાર
‘આપણે બરબાદ થઈ ગયા છીએ. હિંજેવાડીનો આખો આઈટી પાર્ક બહાર જઈ રહ્યો છે. પુણે અને મહારાષ્ટ્રમાંથી બેંગલુરુ અને હૈદરાબાદ જઈ રહ્યો છે, તમને બિલકુલ પરવા નથી? હું સવારે 6 વાગ્યે અહીં નિરીક્ષણ માટે કેમ આવું છું? મને સમજાતું નથી. ‘કઠોર કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી,’ એમ પવારે મીડિયાકર્મીઓને તેમના કેમેરા બંધ કરવાનું કહેતા કહ્યું હતું.
હિંજેવાડીમાં રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્ક છે, જે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા બનાવવામાં આવેલ 2,800 એકરમાં ફેલાયેલો એક મોટો ટેક અને બિઝનેસ પાર્ક છે. આ બિઝનેસ પાર્કમાં 800 થી વધુ કંપનીઓની ઓફિસો છે.