મહારાષ્ટ્ર

લોકસભાની આ 9 બેઠકો પર છે અજિત પવાર જૂથની નજર: જાણો કોણ છે સંભવિત ઉમેદવારો….

મુંબઇ: લોકસભાની ચૂંટણીની પાર્શ્વભૂમી પર તમામ પક્ષોએ કમર કસી લીધી છે. ત્યાં હવે મહાયુતિમાં લોકસભાની 9 બેઠકો પર અજિત પવાર જૂથની નજર અને આગ્રહ પણ છે. રાષ્ટ્રવાદી પાસેની ચાર બેઠર ઉપરાંત વધુ પાંચ બેઠકોની માંગણી અજિત પવાર જૂથ દ્વારા કરવામાં આવી છે. અજિત પવાર જૂથના સંભવિત ઉમેદવારોને મતદારસંઘમાં પરિક્ષણની સૂચનાઓ પણ આપવામાં આવી છે. વધુ પાંચ બેઠકોની માંગણી અજિત પવાર જૂથ દ્વારા કરવામાં આવી હોવાની જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.

હાલમાં રાષ્ટ્રવાદી પાસે લોકસભાની ચાર બેઠકો છે. બારામતી, સાતારા, રાયગઢ, શિરુર આ ચાર બેઠકો છે. આ બેઠકો છોડીને અજિત પવાર જૂથ ધારાશિવ, પરભણી, દક્ષિણ મુંબઇ, ભંડારા ગોંદિયા, છત્રપતિ સંભાજીનગર આ પાંચ બેઠકો માટે આગ્રહી છે. રાયગઢનો હવે પછીનો સાંસદ ભાજપનો હશે એમ ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનરુળેએ જાહેર કર્યું હતું. મહાયુતીને બાજુએ મૂકીને રાયગઢમાંછી ધૈર્યશીલ પાટીલ લોકસભાની ચૂંટણી લડશે તેવો સંકેત ચંદ્રશેખર બાવનકુળેએ આપ્યો હતો. જેને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજિત પવાર જૂથમાં અસ્વસ્થતા નિર્માણ થઇ છે. ત્યાંરે હવે રાષ્ટ્રવાદી પાસેથી ચાર બેઠકો બાદ કરતાં વધુ પાંચ બેઠકોની માંગણી કરવામાં આવી છે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી હતી.


દરમીયાન લોકસભાની ચૂંટણી હવે ગમેત્યારે જાહેર થઇ શકે છે. તેથી હવે અજિત પવાર જૂથ પણ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું હોવાનું જોવા મળે છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે દિલ્હીમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં લોકસભાની બેઠકો અંગે ચર્ચા થઇ હોવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.


સંભવિત ઉમેદવારોના નામ

  • બારામતી- સુનેત્રા પવાર
  • સાતારા- રામરાજે નાઇક નિંબાળકર
  • રાયગડ- સુનિલ તટકરે
  • શિરુર- શિવાજીરાવ આઢળરાવ પાટીલ
  • દક્ષિણ મુંબઇ- કોંગ્રેસમાંથી એક મોટો ચહેરો
  • પરભણી- રાજેશ વિટકરે
  • ભંડારા ગોંદિયા- પ્રફુલ પટેલ
  • ધારાશિવ- રાણા જગજિતસિંહ
  • છત્રપતિ સંભાજીનગર- સતીશ તવ્હાણ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો