મહારાષ્ટ્ર

બીડ જિલ્લા આયોજન સમિતિ દ્વારા ભંડોળની ફાળવણીની તપાસ માટે અજિત પવારે સમિતિ ગઠિત કરી

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે ત્રણ સભ્યોની તપાસ સમિતિ ગઠિત કરી હતી, જેઓ બીડ જિલ્લા આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલી 877 કરોડ રૂપિયાની ફાળવણીમાં રહેલી કથિત વિસંગતતાઓની તપાસ કરશે. આ નિર્ણયો અજિત પવારના કેબિનેટના સાથી ધનંજય મુંડે જિલ્લાના પાલક પ્રધાન હતા ત્યારે કરવામાં આવી હતી.
રાજ્ય કેબિનેટની બેઠક પહેલાં મંગળવારે ધનંજય મુંડેએ અજિત પવાર સાથે મુલાકાત કરી હતી અને આ બેઠકમાં શું ચર્ચા થઈ તેની જાણકારી મળી નથી. અત્યારે ધનંજય મુંડેના રાજીનામા માટે વિપક્ષો દબાણ કરી રહ્યા છે.

આ તપાસ સમિતિ જિલ્લા આયોજન સમિતિ દ્વારા 2023-24 અને 2024-25માં મુંડે પાલક પ્રધાન હતા ત્યારે વિવિધ પ્રોજેક્ટને આપવામાં આવેલી વહીવટી મંજૂરીની તપાસ કરશે.

આ પણ વાંચો: અજિત પવારે બીડમાં પાર્ટીના કાર્યકરોને ખંડણી રેકેટમાં સંડોવણી બાબતે ચેતવણી આપી

પવારની નજીકના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે સમિતિ બધા જ કામને આપવામાં આવેલી મંજૂરીની સમીક્ષા કરશે અને તેમના ટેક્નિકલ મંજૂરી, કામ શરૂ કરવાના આદેશ અને ભંડોળની ફાળવણીની તપાસ કરશે.

ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસ દ્વારા થોડા દિવસો પહેલાં ધનંજય મુંડે પર આરોપ કર્યા હતા તેને પગલે આ સમિતિ ગઠિત કરવાનો નિર્ણય અજિત પવાર દ્વારા લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અજિત પવારે જાલનામાં સ્વચ્છતાના અભાવે અધિકારીઓની ઝાટકણી કાઢી

સૂત્રોએ એવી માહિતી આપી હતી કે બીડ જિલ્લા કલેક્ટરની કચેરીમાં ગઠિત તપાસ સમિતિએ છેલ્લા બે વષર્ર્માં આપવામાં આવેલા બધા જ કામની ફાઈલો મગાવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે સામાજિત કાર્યકર્તા અંજલિ દમાણિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં કહ્યું હતું કે ધારાશિવના ડેપ્યુટી કલેક્ટર સંતોષ ભોર આ સમિતિના અધ્યક્ષ રહેશે અને તેમાં ડિરેક્ટોરેટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સના એડિશનલ ડિરેક્ટર એમ. કે ભારંગે અને જાલનાના ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસર સુનિલ સુર્યવંશીનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button