ઓફિસમાં બેસીને અજિત પવારને આઈપીએસ અંજના સાથે વાત કરાવનારા બાબા જગતાપનો વધુ એક વિવાદ

સોલાપુર: સોલાપુર જિલ્લાના માઢા તાલુકામાં ગેરકાયદેસર મુરુમ ખાણકામ કેસને લઈને ચર્ચામાં રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના કરમાળા તાલુકા પ્રમુખ બાબા જગતાપનું એક નવું કૃત્ય પ્રકાશમાં આવ્યું છે.
બાબા જગતાપ પોતાની ઓફિસમાં બેસીને ધૂમ્રપાન કરતા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાં તેઓ સિગરેટને બદલે બીજું કંઈક વાપરતા જોવા મળે છે.
આપણ વાંચો: એનસીપી નેતા અમોલ મિટકરીએ આઈપીએસ અંજના કૃષ્ણાના દસ્તાવેજોની ચકાસણીની માંગ કરી
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને આઈપીએસ અધિકારી અંજના કૃષ્ણા વચ્ચે મોબાઇલ પર વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો. અજિત પવારે આ મામલે જાહેરમાં માફી પણ માગવી પડી હતી. આ મામલાના કેન્દ્રમાં રહેલા એનસીપીના પદાધિકારી બાબા જગતાપના નવા વાયરલ વીડિયોને કારણે પાર્ટી ફરી ટીકાના ઘેરામાં આવી છે.
માઢા તાલુકાના કુર્દુમાં ગેરકાયદેસર માટીના ખાણકામ કેસમાં કાર્યવાહી કરવા ગયેલા આઈપીએસ અધિકારી અંજના કૃષ્ણાને અજિત પવારે તેમના મોબાઇલ ફોન પર કાર્યવાહી ન કરવા ચેતવણી આપી હતી. સિગારેટ પીતા એનસીપી તાલુકા પ્રમુખ બાબા જગતાપનો એક વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે.