છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી
લાતુર: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26મી ઓગસ્ટના તૂટી પડવાના કિસ્સામાં રાજકારણ ગરમાયા પછી આ મુદ્દે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે જવાબદારીપૂર્ણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
કોંકણ પ્રાંતના માલવણ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટના બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે મહારાષ્ટ્રના લોકોની માફી માગી હતી. ‘અધિકારી હોય કે પછી કોન્ટ્રેક્ટર, જે કોઇ દોષી હશે તેની સામે પગલાં લેવામાં આવશે’, એમ અજિત પવારે લાતુર જિલ્લામાં તેમની જનસન્માન યાત્રા દરમિયાનની જાહેરસભામાં જણાવ્યું હતું.
‘શિવાજી મહારાજ અમારા ભગવાન છે. તેમની પ્રતિમા તૂટી પડવા માટે હું રાજ્યના ૧૩ કરોડ લોકોની માફી માગુ છું. પ્રતિમાના અનાવરણના એક વર્ષમાં તે તૂટી પડવાની ઘટના એ આશ્ર્ચર્યની વાત છે
આ પણ વાંચો : છત્રપતિ શિવાજી મહારાજના પુતળા પરનું રાજકારણ શમતું નથી, હવે મુખ્ય પ્રધાનના પુત્ર પર થયા આક્ષેપો…
ગયા વર્ષે ચોથી ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરાયું હતું તેના આઠ મહિનામાં જ સોમવારે તે પ્રતિમા પવનોના જોરને કારણે તૂટી પડી હતી. આ ઘટના બાદ પ્રતિમાની દેખરેખ રાખનાર કોન્ટ્રેક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું, જેમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓએ અભિપ્રાય આપ્યા પછી પહેલી સપ્ટેમ્બરના હુતાત્મા ચૌકથી દક્ષિણ મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે મોરચો કાઢવાની જાહેરાત કરી હતી.
(પીટીઆઇ)