અહિલ્યાનગરમાં મહેસૂલ અધિકારી પચાસ હજારની લાંચ લેતાં પકડાયો | મુંબઈ સમાચાર

અહિલ્યાનગરમાં મહેસૂલ અધિકારી પચાસ હજારની લાંચ લેતાં પકડાયો

મુંબઈ: અહિલ્યાનગર જિલ્લામાં ખનીજ ઉત્પાદનોની ગેરકાયદે હેરફેર બદલ ગુનો દાખલ કરવાની ધમકી આપીને એક વ્યક્તિ પાસેથી પચાસ હજાર રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મહેસૂલ અધિકારી સહિત બે જણની ધરપકડ કરી હતી.

એસીબીના અધિકારીઓએ શુક્રવારે મહેસૂલ અધિકારી સતીષ રખમાજી ધરમ (40) અને અક્ષય સુભાષ ઘોરપડે (27)ને લાંચ સ્વીકારતાં પકડી પાડ્યા હતા.

આપણ વાંચો: ભિવંડીમાં બે શિક્ષક 60 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા

ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો હતો કે તેણે ઘર બાંધવા માટે જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કરી નદીમાંથી રેતી ઉલેચી હતી.
આરોપી અધિકારી ક્ધસ્ટ્રકશન સાઇટ પર આવ્યો હતો અને દાવો કર્યો હતો કે ફરિયાદીએ ખનીજ ઉત્પાદનોની ગેરકાયદે હેરફેર કરી છે.

તેણે આ અંગે કેસ દાખલ ન કરવા માટે પચાસ હજારની લાંચ માગી હતી. આરોપી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button