આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

લાડકી બહેન પછી હવે લાડકા વડીલો!

મુખ્યમંત્રી વયોશ્રી યોજના હેઠળ મળશે ૩૦૦૦ રૂપિયા

મુંબઈ: મહારાષ્ટ્રની કુલ વસ્તીમાં ૬૫ વર્ષથી ઉંમરના વરિષ્ઠ નાગરિકોની વસ્તી ૧૦ થી ૧૨ ટકા જેટલી છે. મોટી ઉંમરે કોઈ ને કોઈ બીમારી કે સમસ્યાનો સામનો કરતાં આ વડીલો માટે કેન્દ્ર સરકારની યોજનાની તર્જ પર રાજ્યમાં ‘મુખ્યમંત્રી વયોશ્રી યોજના’ શરુ કરવામાં આવી છે. જ્યેષ્ઠ નાગરિકોના આ યોજના અંતર્ગત ૩,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે.
૬૫ વર્ષથી ઉપરના વડીલોને ઉંમરની સાથે અશક્તિ અને અંગો માં અપંગત્વ કે શિથિલતા આવી જતી હોવાથી ઉપકરણોની સહાયતા લેવી પડે છે. આ ઉપકરણોની ખરીદી માટે વયોશ્રી યોજના હેઠળ આર્થિક મદદ કરવામાં આવે છે.

આ પણ વાંચો: લાડકી બહેન યોજનાએ સત્તા અપાવી પણ યોજના ચાલુ રાખવાનો નવી સરકાર માટે મોટો પડકાર

કેવી રીતે અરજી કરવી?

  • આયુષ્યના ૬૫ વર્ષ પૂર્ણ કરનાર મહારાષ્ટ્રના કોઈપણ નાગરિક અરજી કરી શકે છે?
  • ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકાય છે.
  • આવશ્યક માહિતી અને દસ્તાવેજો સાથે અરજી કરી શકાય છે
  • પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે, પૂર્ણ નામ, વય, વ્યવસાય, ગામનું નામ, તાલુકો, જિલ્લો વગેરે માહિતી ભરવાની રહેશે.
  • છેલ્લા ત્રણ વર્ષમાં કોઈપણ સરકારી યોજનાનો લાભ નથી લીધો તેનું ઘોષણાપત્ર સાથે જોડવું જરૂરી છે.
  • અરજી યોગ્ય રીતે ભરીને જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત કે તહસીલદાર ઓફિસમાં સુપરત કરવાની રહેશે.
    કયા ઉપકરણો ખરીદી શકાશે?
  • ચશ્મા
  • શ્રવણયંત્ર
  • ટ્રાઇપોડ સ્ટિક, વ્હીલચેર,
  • ફોલ્ડિંગ વોકર,
  • કમોડ ખુરશી,
  • કમરનો પટ્ટો
    કયા દસ્તાવેજો જરૂરી છે?
  • આધાર કાર્ડ, મતદાન ઓળખપત્ર
  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા
  • રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુકની પ્રત
  • સ્વયં-ઘોષણાપત્ર
  • ઓળખપત્ર સાબિત કરવા માટેના અન્ય સરકારી દસ્તાવેજો
  • આધાર કાર્ડ ન હોય તો તેની રસીદ પણ ચાલશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button