નાગપુરમાં ત્રિપુટીએ કરેલા હુમલામાં અફઘાન નાગરિક ગંભીર રીતે ઘવાયો

નાગપુર: નાગપુરમાં રસ્તા પર ધાબળા વેચનારા અફઘાન નાગરિક સાથે ઝઘડો થયા બાદ ત્રણ જણે તેના પર હુમલો કર્યો હતો, જેમાંથી એક જણે તેને ‘આતંકવાદી’ કહ્યો હતો.
યશોધરા નગર પોલીસ સ્ટેશનની હદમાં યાદવ નગર ખાતે રવિવારે રાતે આ ઘટના બની હતી, જેમાં અફઘાન નાગરિકને ગંભીર ઇજા પહોંચી હતી.
આપણ વાંચો: મરાઠીમાં બોલવા બાબતે ઝઘડો થતાં વિદ્યાર્થી પર હૉકી સ્ટિકથી કર્યો હુમલો: ચાર સામે ગુનો
યશોધરા નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના નાગરિક ફહીમ ખાન ઉર્ફે મમતૂર મર્ગક સાથે કોઇ બાબતને લઇ ઝઘડો થયા બાદ અજય ચવાણ અને તેના બે મિત્ર રિષી તથા મયંકે ફહીમ પર સિમેન્ટ બ્લોકથી હુમલો કર્યો હતો. ચવાણે ઝઘડા દરમિયાન અફઘાન નાગરિકને આતંકવાદી કહ્યો હતો.
ફહીમનો ભૂતકાળમાં ચવાણ સાથે પૈસાનો વ્યવહાર હતો. ચવાણ અને તેના મિત્રોએ સિમેન્ટ બ્લોકથી ફહીમના માથા પર હુમલો કર્યો હતો. ફહીમની હાલત ગંભીર છે.
આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ફરાર ત્રણેયની શોધ ચલાવવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)