શ્રાવણ ચાલુ છે, નહીં તો તેમના ખિસ્સામાંથી કોંબડી કાઢત: આદિત્ય ઠાકરે
![then you will know whose ego is hurt: Aditya Thackeray](/wp-content/uploads/2024/06/Aditya-Thackeray.webp)
માલવણ: રાજકોટના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા તુટી જવાની કમનસીબ ઘટના બાદ મહાવિકાસ આઘાડીના નેતા ઠાકરે જૂથના આદિત્ય ઠાકરે, શરદ પવાર જૂથના જયંત પાટીલ સહિત કિલ્લા પર પહોંચ્યા હતા. જો કે, તે જ સમયે ભાજપના નેતા નારાયણ રાણે અને નિતેશ રાણે પણ આવી જતાં મહાવિકાસ આઘાડીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.
આદિત્ય ઠાકરેએ ભાજપના નેતા નારાયણ રાણેની ટીકા કરી હતી. ખરેખર આજે આપણો મોરચો હતો. જો કે, કેટલાક ચીંદી ચોરો સામે આવ્યા હતા. અત્યારે શ્રાવણ ચાલુ છે નહીંતર તેમના ખિસ્સામાંથી મરઘીઓ કાઢી લેવામાં આવી હોત. હું તેમના પર બહુ ધ્યાન આપતો નથી. આજે તેમનું બાલિશપણું જોવા મળ્યું હતું. અહીંના સાંસદ કેવી રીતે ચૂંટાઈ આવ્યા છે તે પણ બધા જાણે છે. આ ઘટનાના ચાર દિવસ બાદ સાંસદ અહીં આવ્યા હતા. તો ચાર દિવસ સાંસદ ક્યાં હતા? તેઓ આજે જ કેવી રીતે આવ્યા? એવા પ્રશ્ર્નો તેમણે કર્યા હતા.
આ પણ વાંચો : સેના (યુબીટી) અને રાણેના સમર્થકો વચ્ચે માલવણમાં અથડામણ
આદિત્ય ઠાકરેએ બીજું શું કહ્યું?
રાજકોટના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થયા પછી અમે વિચાર્યું કે આપણે આ જગ્યાએ આવવું જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગવી જોઈએ. કારણ કે આપણે મહારાષ્ટ્રના લોકો છીએ. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં જેટલા કામ કર્યા તે તમામ કામોમાં ખામીઓ દેખાવા લાગી છે. ભાજપ દ્વારા એવું કોઈ કામ નથી કે જ્યાં લીકેજ ન થયું હોય. અયોધ્યાનું રામ મંદિર હોય કે નવી સંસદ ભવન. દિલ્હી એરપોર્ટની છત પણ પડી ગઈ, એવા શબ્દોમાં આદિત્ય ઠાકરેએ ભાજપ પર પ્રહારો કર્યા હતા