આખરે એવું તે શું થયું કે આદિત્ય ઠાકરે પર અડધી રાતે ગુનો નોંધાયો?
મુંબઇ: શિવસેના ઠાકરે જૂથના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની મૂશ્કેલીઓ હવે વધવાની છે. આદિત્ય ઠાકરે પર મુંબઇના એન.એમ.જોશી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે અડધી રાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુંબઇ મહાનગરપાલિકાના અધિકારીએ આ ગુનો દાખલ કર્યો છે. ગેરકાયદે ભીડ ભેગી કરીને બ્રીજનું ઉદઘાટન કરવા બદ્દલ આદિત્ય ઠાકરે સહિત ઠાકરે જૂથના પદાધિકારીઓ પર આ ગુનો દાખલ થયો છે. બ્રીજની તપાસણી ન થઇ હોવા છતાં આદિત્ય ઠાકરેએ બ્રીજનું ઉદઘાટન કર્યુ હતું. આ કારણ માટે આદિત્ય ઠાકરે સહિત ઠાકરે જૂથના પદાધિકારી સુનિલ શિંદે, સચિન આહિર પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇના લોઅર પરેલના બ્રીજનો એક રસ્તો શરુ કરવામાં આવ્યો હતો. જોકે બીજી બાજુના રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ બ્રીજ વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂકાય તે અંગે અનેકવાર ડેડલાઇન આપવામાં આવી હતી. જોકે બ્રીજીના બીજ રસ્તાનું કામ હજી સુધી પૂરું થયું નથી. આ કામ લાંબા સમયથી રખડતું હોવાથી આખરે શિવસેના ઠાકરે જૂથ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ બ્રીજના ઉદઘાટન કાર્યક્રમમાં આદિત્ય ઠાકરે ઉપસ્થિત હતાં. ત્યારે આ પુલનું ઉદઘાટન કરવાના મુદ્દે આદિત્ય ઠાકરે તથા ઠાકરે જૂથના પદાધિકારીઓ પર ગુનો દાખલ કરવા માટે પાલિકાના બે અધિકારી એન એમ જોશી પોલીસ સ્ટેશન પર રાત્રે 11 વાગીને 45 મિનિટે દાખલ થયા હતાં. રાત્રે ત્રણ વાગ્યા સુધી આ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં જ હતાં. પોલીસે આ બે અધિકારીઓનો જવાબ નોંધી આદિત્ય ઠાકરે સહિત ઠાકેર જુથના પદાધિકારીઓ પર ગુનો દાખલ કર્યો હતો. બ્રીજનું કામ અધુરું હોવા છતાં ગેરકાયદે ઉદઘાટન કઇ રીતે કર્યું? અમે ત્રણ ચાર દિવસમાં આ કામ પૂરું કરી આ બ્રીજ વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂકવાના જ હતાં. એવો સ્ટેન્ડ મુંબઇ મહાનગરપાલિકાએ લીધો છે.