9,000 Consumers Benefit from MSEDCL Amnesty Scheme

અભય એમ્નેસ્ટી સ્કીમઃ કલ્યાણ-ભાંડુપ સર્કલમાં 9,000 ગ્રાહકે લાભ લીધો

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)ની ‘અભય’ એમ્નેસ્ટી સ્કીમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંતર્ગત કલ્યાણ અને ભાંડુપ સર્કલના 9 હજાર 384 ગ્રાહકોએ લેણી નીકળતી રૂપિયા 15.84 કરોડની બાકી નીકળતી રકમ ચૂકવી દીધી છે એમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. આ ગ્રાહકોએ લેણી નીકળતી રકમ ચૂકવી ન હોવાથી તેમના વીજ જોડાણ કાયમી ધોરણે કાપી નાખવામાં આવ્યા હતા.’અભય’ યોજના હાઈ અને લો વોલ્ટેજ ગ્રાહકો (જાહેર પાણી પુરવઠા અને કૃષિ પંપ ગ્રાહકો સિવાય) પર લાગુ પડે છે, જેમનો વીજ પુરવઠો માર્ચ 2024માં અથવા તે પહેલાં કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો.

Also read :મહારાષ્ટ્રના વીજગ્રાહકો માટે માઠા સમાચારઃ ઈલેક્ટ્રિસિટીના દર વધારાની લટકતી તલવાર…

વપરાશકર્તા તેમની બાકી નીકળતી રકમ એક સાથે અથવા છ સમાન હપ્તામાં ભરપાઈ કરી શકે છે. એમએસઇડીસીએલએ જણાવ્યું હતું કે, ચૂકવણી કર્યા બાદ વ્યાજ અને લેટ ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવે છે. આ યોજનાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હોવાથી વીજ કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે, તેઓ તેમની બાકી નીકળતી રકમ ચુકવવાની તક ઝડપી લે અને વીજ જોડાણો ફરી મેળવે.
(PTI)

સંબંધિત લેખો

Back to top button