ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Puna માં Zika virus ના 6 દર્દીઓ નોંધાત તંત્ર એલર્ટ, અનેક વિસ્તારોમાં કરાઇ રહ્યું છે ફોગીંગ

પૂણા : મહારાષ્ટ્રના પુણેમાં(Puna)ઝિકા વાયરસ(Zika virus)ફેલાઈ રહ્યો છે. શહેરમાં ચેપના 6 કેસ નોંધાયા છે. જેમાં ગર્ભવતી મહિલાઓ પણ આ રોગની ઝપેટમાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનો ચેપ જોવા મળ્યો છે.મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય બીજી 12 સપ્તાહની ગર્ભવતી મહિલા ઝિકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે.

ગર્ભમાં માઇક્રોસેફલી થઈ શકે છે

મેડિકલ સાયન્સના રિસર્ચ મુજબ જો સગર્ભા સ્ત્રીઓ ઝિકા વાયરસનો શિકાર બને છે તો ગર્ભમાં માઇક્રોસેફલી થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું ખૂબ નાનું થઈ જાય છે.

મહાનગરપાલિકા ફોગીંગ અને ફ્યુમીગેશન કરી રહી છે

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ તમામ દર્દીઓ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાવચેતીના પગલા તરીકે, ચેપગ્રસ્ત મચ્છરોથી બચવા માટે ફોગિંગ અને ફ્યુમિગેશન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઝિકા વાયરસ શું છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ઝીકા વાયરસ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને યલો ફીવર પણ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ ત્રણેય વાયરસ લગભગ સમાન છે. આ ત્રણનો ફેલાવો પશ્ચિમ, મધ્ય આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયાથી શરૂ થયો હતો. ઝીકા વાયરસ ગર્ભવતી સ્ત્રીમાંથી ગર્ભમાં રહેલા બાળકમાં ફેલાય છે.

આ ઝિકા વાયરસના લક્ષણો છે

ઝિકા વાયરસના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જેમાં શરીર પર લાલ ચકામા, તાવ, સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. ઝિકા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો નથી હોતા.

પહેલો કેસ યુગાન્ડામાં સામે આવ્યો હતો

ઝિકા વાયરસનો પ્રથમ કેસ યુગાન્ડામાં 1947માં નોંધાયો હતો. તે સમયે વાંદરાઓમાં ઝિકાની પુષ્ટિ થઈ હતી. મનુષ્યોમાં ઝિકાનો પ્રથમ કેસ 1952માં નોંધાયો હતો. 2007માં યાપ આઇલેન્ડમાં ઝિકા વાયરસનો મોટા પાયે પ્રકોપ જોવા મળ્યો હતો. આ પછી, 2013-2014 માં, ઝિકા ચેપે ફ્રેન્ચ પોલિનેશિયામાં પાયમાલી મચાવી. પછીના વર્ષે, ઝિકા બ્રાઝિલમાં વ્યાપકપણે ફેલાઈ ગયો. ઓક્ટોબર 2015 થી જાન્યુઆરી 2016 ની વચ્ચે બ્રાઝિલમાં લગભગ 4,000 બાળકો ઝિકા વાયરસ સાથે જન્મ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ