લોનાવાલામાં પરિવાર ડૂબવાની હોનારત: પીડિત પરિવારોને રૂ પાંચ લાખની સહાય
મુંબઈ: લોનાવલામાં ભૂશી ડેમ નજીક દુ:ખદ રીતે ડૂબી ગયેલા પાંચ વ્યક્તિઓના પરિવારોને મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી રૂ. પાંચ લાખની આર્થિક સહાય મળશે, એમ મહારાષ્ટ્ર વિધાનસભાને બુધવારે જણાવવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે આ જાહેરાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જોખમી પ્રવાસન સ્થળો અને પ્રતિબંધિત વિસ્તારોમાં ચેતવણી સાઈનબોર્ડ લગાવવામાં આવશે.
પવાર પૂણે જિલ્લાના પાલક પ્રધાન પણ છે. તેમણે ખાતરી આપી હતી કે તમામ 36 જિલ્લાઓમાં જિલ્લા આયોજન સમિતિઓને જોખમી સ્થળોએ બોર્ડ લગાવવા અને નાયલોનની જાળી અને બેરિકેડ જેવા વધારાના સલામતીનાં પગલાં લેવા અંગે વિચારણા કરવા સૂચના આપવામાં આવશે.
| Also Read: 132 સીટ, ફૂડ ફેસિલિટી અને હોસ્ટેસ આ તે બસ છે કે બીજું કંઈ? ગડકરીનો આ છે પ્રોજેક્ટ
પવારે ઉમેર્યું હતું કે, લોનાવાલાની દુર્ઘટનામાં મૃતક પીડિતોના પરિવારોને મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી દરેકને પાંચ લાખની આર્થિક સહાય મળશે. લોનાવાલા દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પૂણે જિલ્લા વહીવટીતંત્રે ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સલામતી માટે 2 થી 31 જુલાઈ સુધી ભૂશી ડેમ અને માવળ તહસીલના પાવના ડેમ સહિત ઘણા લોકપ્રિય પિકનિક સ્થળો પર પ્રતિબંધિક આદેશો લાદ્યા હતા.
| Also Read: ‘ગેરકાયદે’ ફોરેક્સ ટ્રેડિંગ ઍપ કેસમાં ઈડીએ કરી ટીવી કલાકારોની પૂછપરછ
ચોમાસાની ઋતુ દરમિયાન પ્રવાસીઓ ભૂશી અને પાવના ડેમ, લોનાવાલા, સિંહગઢ, માલશેજ અને તામ્હિણી અને અન્ય સ્થળોએ આવે છે, જે પુણે જિલ્લામાં પશ્ર્ચિમ ઘાટમાં આવેલા છે. (PTI)