નાગપુરમાં ગુંડાઓનો આતંક, રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી દારૂની બોટલો લુંટી ગયા

નાગપુર: શહેરમાં ખુલ્લેઆમ ગુંડાગર્દીની ઘટના બની છે, જેના શહેરની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. કન્હાનના યોગ બાર અને રેસ્ટોરન્ટમાં બદમાશોએ ધારદાર ઘાતક હથિયારોથી વડે હુમલો કર્યો હતો. બદમાશોએ રેસ્ટોરન્ટમાં ઘૂસીને તોડફોડ કરી અને લુંટ પણ ચલાવી, હાજર કર્મચારીઓ અને ગ્રાહકો ગભરાઈને ટેબલ નીચે છુપાઈ ગયા હતા.
કેટલાક ગુંડાઓ ખુલ્લેઆમ તલવારો અને લાકડીઓ રેસ્ટોરન્ટમાં ઘૂસ્યા હતા. ગુંડાઓએ બાર અને રેસ્ટોરન્ટ સંચાલક દીનદયાલ બાવનકુલે પર હુમલો કર્યો અને રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી. પાર્કિંગ એરિયામાં લોકોને ધમકાવીને ત્યાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી.
અહેવાલ મુજબ યોગ બાર અને રેસ્ટોરન્ટમાં તોડફોડ અને લૂંટના સંબંધમાં કન્હાન પોલીસે પાંચ શકમંદોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ શખ્સોની ઓળખ શૈલેષ કન્હૈયા નાગપુરે (21), સ્વપ્નિલ ગજાનન તેલમાસરે (23), અબ્દુલ રહેમાન શાહ (33), મયુર વિષ્ણુ બોરકર (20); અને અભિપાકે અરવિંદ ગોંડાને (24) તરીકે થઇ છે.
પોલીસ અહેવાલો અનુસાર, પાંચ શખ્સો બે મોટરસાયકલ પર બાર પર પહોંચ્યા. તેમાંથી ચાર છરીઓ અને લાકડીઓ સાથે પરિસરમાં પ્રવેશ્યા, કાઉન્ટરમાં તોડફોડ કરી, કાચના વાસણો અને શોકેસ તોડ્યા. અંદાજે ₹15,276 નું નુકશાન થયું છે.
શંકાસ્પદોએ બારના માલિકને ₹1,000 પડાવ્યા અને દારૂની બોટલો લૂંટી લીધી અને ઘટનાસ્થળેથી ભાગી ગયા, સાથે તેમણે બારના માલિકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ સમગ્ર ઘટના બારના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેની મદદથી પોલીસને કલમના વિસ્તારમાંથી શકમંદોની ધરપકડ કરી હતી.