મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં 42,269 બેઠકો ખાલી, છેલ્લાં પાંચ વર્ષમાં આ ખાલી બેઠકોમાં 10 ટકાનો વધારો
છત્રપતિ સંભાજીનગર: નાંદેડની સરકારી હોસ્પિટલમાં મોતના તાંડવની ઘટના બાદ આરોગ્ય વિભાગમાં દવાઓ, સાધનો અને મેનપાવર જેવા અનેક વિષયોની ચર્ચા થઇ રહી છે. આ અંગે સત્તાધારી અને વિરોધી પક્ષો દ્વારા બેઠકો ભરવામાં આવી છે એવા દાવા કરવામાં આવી રહ્યાં છે. છતાં હકીકતમાં જાહેર આરોગ્ય અને મેડિકલ એજ્યુકેશન આ બંને વિભાગમાં લગભગ 42,269 બેઠકો આજે પણ ખાલી હોવાની વિગતો જાણવા મળી છે. આમા જાહેર આરોગ્ય વિભાગની સરખામણીમાં મેડિકલ એજ્યુકેશન વિભાગમાં વધુ બેઠકો ખાલી છે.
નાંદેડની ઘટના પાછળ પણ આ એક કારણ સામે આવી રહ્યું છે. રાજ્યના આંકડા વિભાગના એક અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલ્સની સંખ્યા વધારવામાં આવી છે. રાજ્યના નાગપૂર, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, થાણે, પૂણે જેવી સરકારી હોસ્પિટલમાં પ્રશાસનના બેજવાબદારીભર્યા વર્તનને કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તેથી આ બાબતે યોગ્ય તપાસ કરી આરોગ્ય પ્રધાન તાનાજી સાવંત તથા પ્રધાન હસન મુશ્રીફે જવાબદારી સ્વિકારી પોતાના પદ પરથી રાજીનામુ આપવું જોઇએ એવી માંગણી મહારાષ્ટ્ર ડોક્ટર્સ કોર્ડિનેશન કમિટી દ્વારા કરવામાં આવી છે.
2018માં આ વિભાગોમાં ખાલી બેઠકોની સંખ્યા 11,632 (33.5ક%) હતી, જે હાલમાં 17,211 (44.4%) થઇ છે. જાહેર આરોગ્ય વિભાગમાં ખાલી બેઠકોની ટકાવારી ઓછી હોય તો પણ 25,058 બેઠકો હાલ ખાલી પડી છે.