યુપીમાં લૂંટના કેસમાં ફરાર આરોપી 17 વર્ષે થાણેમાં ઝડપાયો

થાણે: ઉત્તર પ્રદેશમાં લૂંટના કેસમાં 2027થી ફરાર આરોપીને યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે થાણે પોલીસ સાથે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી થાણે પરિસરમાંથી પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો: બસ કંડક્ટરને ચાકુની ધાકે લૂંટનારા ચાર આરોપી કાર પરના સ્ટિકરને કારણે પકડાયા…
પકડાયેલા આરોપીની ઓળખ સતીશ બાબુલાલ ગુપ્તા ઉર્ફે સતીશ તિવારી તરીકે થઈ હતી. ગુપ્તાને સોમવારની સાંજે વાગળે એસ્ટેટ ખાતેથી તાબામાં લેવાયો હતો, એમ એન્ટિ-એક્સ્ટોર્શન સેલના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: વેપારીનું અપહરણ કર્યા બાદ મારપીટ કરી રોકડ લૂંટી લીધી: ચાર સામે ગુનો…
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના અલમાપુર ખાતેનો વતની ગુપ્તા લૂંટના બે કેસમાં ફરાર હતો. યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ 17 વર્ષથી ગુપ્તાની શોધ ચલાવી રહી હતી. ગુપ્તા થાણેમાં સંતાયો હોવાની માહિતી તાજેતરમાં ટાસ્ક ફોર્સને મળી હતી.
માહિતીને આધારે યુપી પોલીસે આરોપીને પકડી પાડવા થાણે પોલીસની મદદ માગી હતી. ક્રાઈમ બ્રાન્ચની એન્ટિ-એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ વાગળે એસ્ટેટ ખાતે છટકું ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો. વધુ તપાસ માટે આરોપીને યુપી પોલીસના તાબામાં સોંપાયો હતો.
(પીટીઆઈ)