મહારાષ્ટ્ર
પાલઘરમાં કરંટ લાગીને ૧૧ વર્ષના બાળકનું મોત

મુંબઈ: પાલઘર જિલ્લાના બોઈસરમાં ૧૧ વર્ષના બાળકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ બોઈસરના ગણેશ નગરમાં રહેતો ૧૧ વર્ષનું બાળક સોમવારે તેના ઘર માટે પાણી ભરી લીધા બાદ ઈલેક્ટ્રિક મોટરની સ્વીચ બંધ કરવા માટે ગયું હતું ત્યારે આ બનાવ બન્યો હતો.
આપણ વાંચો: હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં આઠ લોકોના મોત, તારમાં કરંટની અફવા કારણભૂત
બાળક મોટરનો પ્લગ કાઢી રહ્યો ત્યારે તેને કરંટ લાગ્યો હતો. એ સમયે જમીન પર પાણી પર મોટા પ્રમાણમાં ઢોળાયું હતું અને તેમાં બાળક ઊભો રહેલો હોવાને કારણે તેને વીજળીનો કરંટ પણ જોરદાર લાગ્યો હતો.
તેને તરત હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પણ તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસના જણાવ્યા મુજબ પૂરા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.