ચંદ્રપુરમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની શંકા

ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં શંકાસ્પદ ખોરાકી ઝેરને કારણે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જિલ્લાના સાઓલી તાલુકામાં પારડીમાં આવેલી જિલ્લા પરિષદ શાળાના કુલ ૧૦૬ વિદ્યાર્થીઓએ બુધવારે બપોરે સંસ્થામાં ભોજન કર્યું હતું અને પછી રાત્રે પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદો કરી હતી. ગુરુવારે તેમને પહેલા ગ્રામીણ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને બીજે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :ચંદ્રપુરમાં પણ બદલાપુરવાળી
જિલ્લા સિવિલ સર્જન ડૉ મહાદેવ ચિંચોલેએ જણાવ્યું હતું કે,હાલમાં ૬૨ વિદ્યાર્થીઓ મુલ તહેસીલ જિલ્લા હોસ્પિટલમાં, ૨૦ ગઢચિરોલી જિલ્લા હોસ્પિટલમાં, ૧૭ સાઓલીમાં અને બાકીના ચંદ્રપુરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ છે. વિદ્યાર્થીઓની સ્થિતિ સારી છે અને નિરીક્ષણ હેઠળ છે. તપાસના ભાગ રૂપે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિશ્લેષણ માટે ખોરાકના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે,” ચિંચોલે ઉમેર્યું.
ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય સુધીર મુનગંટીવારે વહીવટીતંત્રને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સારવાર આપવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે જિલ્લા અધિકારીઓને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા જણાવ્યું હતું.