અગર મારી અને Hema Maliniની ફિલ્મ બની તો….. મથુરામાં વોટ માગતા આ શું બોલ્યા Jayant Chaudhary…..
મથુરાઃ અભિનેત્રી અને સાંસદ હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠક પર 26 એપ્રિલે મતદાનના બીજા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત છે.
ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મથુરામાં હેમા માલિની માટે જાહેર સભા કરી હતી, જે દરમિયાન RLD ચીફ જયંત ચૌધરી પણ મંચ પર હાજર હતા.રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અને સાંસદ જયંત ચૌધરી વૃંદાવન, મથુરામાં આયોજિત આ જાહેર સભામાં ભાજપના ઉમેદવાર હેમા માલિની માટે મત માંગવા આવ્યા હતા.
અહીં એક ચૂંટણી રેલીને સંબોધતા આરએલડીના વડા જયત ચૌધરીએ કહ્યું હતું કે, હું પણ બાળપણથી હેમા માલિનીની ચાહક રહ્યો છું. આ સાથે તેમણે 15 વર્ષ જૂની વાર્તા પણ સંભળાવી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જયંત ચૌધરીએ કહ્યું હતું કે, હેમાજી 2009માં મારા ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા, મને ખબર નહોતી કે અમે ફરીથી સામસામે આવીશું. આ વાતને 15 વર્ષ વીતી ગયા છે, જો મારી અને હેમાજીને લઈને કોઈ ફિલ્મ બની હોત તો તેનું શીર્ષક ’15 સાલ બાદ’ હોત કારણ કે આજે 15 વર્ષ પછી ફરી હું તેમના માટે પ્રચાર કરવા આવ્યો છું.” ચૂંટણી સભામાં જયંત ચૌધરીએ કહ્યું હતું . કે હું તમને કહેવા માંગુ છું કે હું વચન આપું છું કે આ વિસ્તારની જવાબદારી અમારી રહેશે અને તેમણે એમ પણ કહ્યું હતું કે હું ભવિષ્યમાં હેમા માલિની સામે ચૂંટણી નહીં લડું.
જયંત ચૌધરીએ કહ્યું હતું કે, “…મને માત્ર આશા જ નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે કે હેમા માલિની ત્રીજી વખત મથુરાથી સાંસદ તરીકે ચૂંટાશે.”
વિપક્ષો પર પ્રહાર કરતા જયંત ચૌધરીએ કહ્યું, “તેઓ (I.N.D.I.A.ગઠબંધન) પણ જાણે છે કે તેઓ હારી રહ્યા છે. તેઓ લોકોમાં ખોટા દાવાઓ રજૂ કરી રહ્યા છે પરંતુ તેમની વચ્ચે ઘણો વિરોધાભાસ છે, એકમત નથી. દેશને લગતો કોઈ એજન્ડા નથી. તેઓ નકારાત્મક વાતો અને ભયનું વાતાવરણ ઊભું કરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”