આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતમાં લોકસભાનાં 328 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા, અમિત શાહ સામે 29 ઉમેદવારો લડશે ચૂંટણી

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પરથી 29 ઉમેદવારો એ ઉમેદવારી પત્રો ભર્યા છે. ગુજરાત ની લોકસભાની 26 બેઠકો માંથી સૌથી વધુ ઉમેદવારી પત્રો ગાંધીનગર બેઠક પર નોંધાયા છે. જોકે હજુ 22મી એપ્રિલ ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સાચા હરીફો નો આંકડો એ દિવસે જાહેર થશે.

તા.20 તથા તા.21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. જેમાં 6-ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો તથા 23-બારડોલી (અ.જ.જા) લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે.

વિધાનસભા બેઠકોની વાત કરીએ તો 26-વિજાપુર બેઠક પર સૌથી વધુ 8 જ્યારે 85-માણાવદર અને 108-ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે.

સ્ક્રુટીની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો તા.22 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ હરિફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button