ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મતદારોને હીટ વેવથી બચવા માટે ચૂંટણી પંચે એડવાઈઝરી જાહેર કરી, જાણો મહત્ત્વના ન્યૂઝ

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે ગયા વર્ષની સરખામણીમાં આ ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમી અને ગરમીના મોજાંની શક્યતા વ્યક્ત કરી છે. ઉનાળાની ઋતુનો સમયગાળો પણ લાંબો હોઈ શકે છે. દરમિયાન, લોકસભા ચૂંટણી-2024 દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં, ચૂંટણી દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી બચાવવા માટે ભારતના ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે સીઈઓને એડવાઈઝરી જારી કરી છે.

એડવાઈઝરીમાં શું કહેવામાં આવ્યું?
ચૂંટણી પંચે કહ્યું કે આ એડવાઈઝરીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીઈઓને મતદાનના દિવસે તમામ મતદાન સ્થળો અને મતદાન મથકો પર મતદારો, પોલિંગ પાર્ટી અને પોલિંગ એજન્ટોને ગરમીથી બચાવવા માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. મતદાન સૂચનામાં કહેવામાં આવ્યું છે કે દેશના તમામ મતદાન કેન્દ્રો ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના કોઈપણ માળે મતદાન મથક બનાવવામાં આવશે નહીં. જેથી તમામ પ્રકારના મતદારો સરળતાથી મતદાન મથકો પર જઈને મતદાન કરી શકે. તમામ મતદાન મથકો પર મતદારોની ત્રણ લાઇન બનાવવામાં આવશે. જેમાંથી એક પુરુષ માટે, બીજી સ્ત્રી માટે અને ત્રીજી વૃદ્ધ અને વિકલાંગ મતદારો માટે રહેશે. જરૂર મુજબ દર બે મહિલા મતદારોએ એક પુરુષ મતદાર મતદાન કરવા જઈ શકશે.

દર બે કિલોમીટરે મતદાન મથક
મતદારોએ મતદાન કરવા માટે તેમના ઘરથી બહુ દૂર ચાલીને જવું ન પડે તે માટે દર બે કિલોમીટરની ત્રિજ્યામાં મતદાન મથકો બનાવવામાં આવશે. આમાં રેમ્પ પણ બનાવવામાં આવશે. જેથી વૃદ્ધ અને વિકલાંગ મતદારો આરામથી જઈ શકે. સ્ત્રી-પુરુષ અને વિકલાંગ મતદારોને ધ્યાનમાં રાખીને તમામ મતદાન સ્થળોએ શૌચાલયની સુવિધા પણ રાખવામાં આવશે. તેમજ બેસવા માટે પર્યાપ્ત સંખ્યામાં ખુરશીઓ અને બેન્ચો લગાવવામાં આવશે. દરેક મતદાન સ્થળે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ સીઈઓને આપવામાં આવ્યો છે.

વાહનવ્યવહારની પણ વ્યવસ્થા
જો કોઈ વૃદ્ધ કે વિકલાંગ મતદાર તેના ઘરેથી મતદાન મથક સુધી જઈ શકે તેમ ન હોય. ત્યારે આવા મતદારોને મતદાન મથક સુધી લાવવા અને પછી તેમના ઘરે મૂકવા માટે વાહનવ્યવહારની પૂરતી વ્યવસ્થા કરવાની જવાબદારી સીઈઓને સોંપવામાં આવી છે. મોડલ મતદાન મથકો બનાવવામાં આવશે. ગરમીથી બચવા માટે ટેન્ટ લગાવવામાં આવશે. જો મતદારોની લાંબી કતારો હશે તો તેમના બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને તેમને ગરમીથી બચાવવા માટે ટેન્ટ લગાવવામાં આવશે. મતદારોને માહિતી આપવા માટે મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં સાઈન બોર્ડ લગાવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button