રાહુલ ગાંધીની પાટણનાં જનસભાને સંબોધન કહ્યું “મોદી ઉદ્યોગપતિનું દેવું માફ કરી શકે તો અમે પણ ગરીબ જનતાનું કરીશું”
પાટણ : પાટણ લોકસભા બેઠકના કોન્ગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચાર માટે કોન્ગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પાટણનાં પ્રગતિ મેદાનમાં આજે જંગી સભાને સંબોધી હતી. ત્યાં રાહુલ ગાંધીનું પાઘડી અને તલવારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારને વધુમાં વધુ મત આપવા માટે અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો વળી તેમના દ્વારા અપાયેલા રાજા મહારાજાઓના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રીય સમાજના આગેવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
રાહુલ ગાંધીએ વિશાળ જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી એ બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે, હિન્દુસ્તાનનું સંવિધાન બચશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. ભાજપના લોકો ઈચ્છે છે કે ભારતમાંથી બંધારણ ખતમ થઇ જાય. આઝાદી બાદ દેશની જનતાને જે કઈ મળ્યું એ બંધારણનાં લીધે મળ્યું છે અને કોંગ્રેસ પાર્ટી સંવિધાનની રક્ષા કરનારી છે.
તેમણે ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી કહ્યુ હતું કે પોતાનું રાજ્ય દેશને સમર્પિત કર્યું હતું તેને હું વંદન કરું છું. તેમણે અગ્નીવીર યોજના વિષે વાત કરતા કહ્યું હતું કે અગ્નીવીર યોજના દેશના જવાનોનું અપમાન છે અને કોંગ્રેસ તેને રદ્દ કરશે. કારણ કે આ સ્કીમ આર્મી તરગથી નહિ પણ મોદીની ઓફીસ તરફથી આવી છે. વળી તેમણે મહિલાઓનાં ખાતામાં દર મહીને પૈસા નાખવાની વાત કરી હતી. વળી યુવાનોની ‘પહેલી નોકરી પાક્કી’માં બેરોજગાર યુવાનોને નોકરી મળશે તેની ખાતરી આપી હતી. દેશની મહીલાઓ ૧૬ કલાક કામ કરે છે તો અમે એમની માટે “મહાલક્ષ્મી યોજના” લાવવાની પણ વાત કરી હતી.
તેમણે નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિઓના સબંધો વિષે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ૧૬ કરોડ રૂપિયાનું ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકતા હોઈ તો અમે દેશની ગરીબ જનતાનું દેવું કેમ માફ કરીશું. દેશના ૨૦-૨૫ ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ શકતું હોઈ તો દેશના ખેડૂતોનું કેમ નહિ ? દેશના જમીન, જંગલ, એરપોર્ટ, સોલાર પાવર વગેરે અદાણીને આપવામાં આવે છે તો દેશના ખેડૂતોને કેમ નહી ? અમે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. ભાજપ ૨૫ વાર ખેડૂતોનાં દેવું માફ કરે ત્યારે ૧૬ કરોડ થાય.
રાહુલ ગાંધીએ મીડિયાની વાત કરતા કહ્યું હતું કે ” મીડીયાના લોકો સ્વતંત્ર રીતે નથી બોલી નથી શકતા. મીડિયા પણ દબાણનું ભોગ બન્યું છે. મીડિયામાં પણ તમને નરેન્દ્ર મોદી અને સેલીબ્રીટી જ જોવા મળશે ત્યાં કોઈ ગરીબ કે ખેડૂતની વેદનાં નહિ જોવા મળે.
તેમણે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને સંસદના ઉદ્ઘાટન પર સરકાર પર આકરા વાકબાણ છોડ્યા હતા. કહ્યું કે રામમંદિર પ્રાણપ્રાતિષ્ઠામાં જે ધામધૂમ કરવામાં આવી પણ તેમાં કોઈ ગરીબ કે ખેડૂત જોવા મળ્યું ? દેશનાં રાષ્ટ્રપતિ આદિવાસી હોવાના લીધે તેમને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા અને સંસદના ઉદ્ઘાટન પ્રસંગથી દુર રાખવામાં આવ્યા.