લાડકી

યસ આઈ એમ સિક્સટી પ્લસ

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

ફેશન માત્ર યન્ગ જનરેશન પૂરતી જ નથી.ઘણા સિનિયર સિટિઝન પણ ટ્રેંડમાં રહેવાનું પસંદ કરે છે તો મોટા ભાગે લોકો એવી કમેન્ટ કરતા હોય કે બુઢી ઘોડી લાલ લગામ. તો આવા બધાને જ આપણે જવાબ આપીએ કે , ઉંમર તો માત્ર નમ્બર છે.વાળ સફેદ થવા તે એક નેચરલ વસ્તુ છે તેની સાથે ફેશનને કંઈ લાગતું વળગતું નથી. નવા ટ્રેન્ડ પ્રમાણે કપડાં પહેરવાથી ઉંમર નાની નથી લાગતી, પરંતુ સારું તો લાગે જ છે. ચાલો જાણીયે કે યન્ગ બાઈ હાર્ટ કેવી રીતે ફિલ કરી શકાય.

હવે કોટન સાડલા અને બાટિક વાળા ગાઉનના જમાના ગયા. હવે સિનિયર સિટીઝન પણ પોતાના આઉટલુકને લઈને ખૂબ જ સજાગ થઇ ગયા છે. તેમનું મોર્નિંગ વોલ્ક ગ્રુપ,લાફિંગ ક્લ્બ ગ્રુપ,કિટ્ટી ગ્રુપ,કપલ ગ્રુપ એમ અલગ અલગ ગ્રુપ હોય છે જ્યાં તેઓ પોતાની રીતે આનંદ માણતા જ હોય છે. સાચા અર્થમાં સમજીએ તો ૬૦ વર્ષની ઉંમર પછી તેઓ ખરેખર પોતાના માટે જીવવાનું ચાલુ કરે છે. અને અલગ અલગ ગ્રુપમાં જોડાઈને થોડું એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરે છે.અને કોણે કીધું કે અમુક વર્ષ પછી તમે ટ્રેન્ડ વાઇસ કપડાં ન પહેરી શકો, જો મર્યાદામાં રહીને,ઉછાંછળા ન થઈએ તો બધું જ સારું લાગે.ચાલો જાણીયે સિક્સ્ટી પ્લસ શું પહેરી શકે .

ભલે ગમ્મે તેટલો કપડાં બદલવાનો કંટાળો આવે, પરંતુ ગાઉન પહેરીને ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા જવું નહિ.કોટન હોઝિયરીના ટ્રેક પેન્ટ સાથે હિપ કવર થાય તેટલું ટીશર્ટ પહેરવું.પગમાં શૂઝ પહેરવા.તમને ટ્રેક પેન્ટ પહેરવામાં ક્ષોભ થતો હોય તો, સલવાર કમીઝની સાથે શૂઝ પહેરીને વૉક કરવા જવાય. જો તમને પેન્ટ પહેરવા ગમતા હોય તો કોટન હોઝિયરીના એન્કલ લેન્થ પહેરી શકાય. ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે. એન્કલ લેન્થ પેન્ટની સાથે લૂઝ ટીશર્ટ અથવા કુર્તી અથવા લૂઝ શર્ટ સ્ટાઇલ ટોપ સારા લાગશે. ઘરમાં પણ જો તમને ગાઉન ન પહેરવા હોય તો એન્કલ લેન્થના સ્ટ્રેચેબલ પેન્ટ પહેરી શકાય. કિટ્ટી પાર્ટીમાં જવાનું હોય તો સલવાર કમીઝ પહેરવાનું ટાળવું.તમે કોટન ડેનિમ પણ પહેરી શકો અને તેની સાથે હિપ કવર થાય તેટલી કોટન અથવા સિન્થેટિક કુર્તી પહેરી શકાય.ઘણાને સિન્થેટિક ફેબ્રિક સૂટ નથી થતા. તમને જે ફેબ્રિક સૂટ થતું હોય તે પ્રમાણે ફેબ્રિકની પસંદગી કરવી.જો તમારો કમરનો ઘેરાવો થોડો વધારે હોય તો તમે થોડી લોન્ગ એટલે કે કનીથી નીચેની કુર્તી કે ટોપ પણ પહેરી શકો. જો તમને લોન્ગ કુર્તી પહેરવી હોય તો લોન્ગ કુર્તી સાથે લેગિંગ પહેરવાનું ટાળવું,લેગિંગની બદલે તમે પ્લાઝો અથવા પેન્ટ પહેરી શકો. ડેપેન્ડિંગ તમને શું પહેરવામાં કમ્ફર્ટેબલ લાગે છે. જો તમને એન્કલ લેન્થના વન પીસ પહેરવા ગમતા હોય તો તે પણ પહેરી શકાય. આખું શરીર ઢાંકાયેલું રહે અને વ્યવસ્થિત પણ લાગે. જો તમે રેગ્યુલર વાળમાં કલર કરતા હોવ તો ઠીક છે. ક્યાંક બહાર જવાનું હોય અને તમે કલર ન કરો તો, કલર કર્યા વગરના વાળ ખૂબ જ ખરાબ લાગશે. રેગ્યુલરલી કલર કરો અથવા બિલકુલ જ નહિ કરો. સોલ્ટ એન્ડ પેપર લુક પણ સારો લાગે. તમારી પર્સનાલિટી અને સ્કિન ટોનને અનુરૂપ હેર કલર માટે ડિસિઝન લેવું. જો તમને પેન્ટ પહેરવા ગમતા હોય તો કોટન હોઝિયરીના એન્કલ લેન્થ પહેરી શકાય. ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે. એન્કલ લેન્થ પેન્ટની સાથે લૂઝ ટીશર્ટ અથવા કુર્તી અથવા લૂઝ શર્ટ સ્ટાઇલ ટોપ સારા લાગશે. ઘરમાં પણ જો તમને ગાઉન ન પહેરવા હોય તો એન્કલ લેન્થના સ્ટ્રેચેબલ પેન્ટ પહેરી શકાય. જો થોડો ટ્રેન્ડી લુક આપવો હોય તો એન્કલ લેન્થના પેન્ટ સાથે તમને જેમાં કમ્ફર્ટેબલ લાગતું હોય તેવું ટોપ અને તેની સાથે સ્કાર્ફ પહેરી શકાય.

જો તમને વેસ્ટર્ન કપડાં નથી પહેરવા અને ઇન્ડિયન કપડામાં જ કૈક અલગ પહેરવું હોય તો , એન્કલ લેન્થ પ્લાઝો અથવા પેન્ટ સાથે કોઈ પણ પ્લેન કલરની કુર્તી અને કોઈ અલગ પ્રિન્ટેડ દુપટ્ટો.જો દુપટ્ટા પહેરવાનો કંટાળો આવતો હોય તો પ્લેન કુર્તી સાથે જેકેટ પણ પહેરી શકાય.જો તમને કાફતાન પહેરવા ગમતા હોય તો તે પણ પહેરી શકાય.કાફતાનની લેન્થ તમારા બોડી ટાઈપ પ્રમાણે રાખવી. અમુક જગ્યાએ સાડી પહેરવાનું પણ ટાળવું નહિ. સાડી જેટલો એલિગન્ટ લુક કોઈ પણ પહેરવેશ આપતો નથી. શર્ત માત્ર એટલી કે , સાડી કેરી કરતા આવડવી જોઈએ. થોડી એકસેસરીસ પહેરવી.તમારા જૂના દાગીના પ્રસંગે પહેરવા અને થોડી નવી સ્ટાઈલની એક્સેસરી ટ્રાય કરવી. જૂના ટિપિકલ થેલા ન વાપરવું અને એવી કોઈ સરસ હેન્ડ બેગ વાપરવી અથવા ક્રોસ બેગ પણ વાપરી શકાય. બ્રાન્ડેડ બેગ લેવી જરૂરી નથી. માર્કેટમાં ફર્સ્ટ કોપી બેગ આસાનીથી મળે છે અને પોકેટ ફ્રેન્ડલી બેગ પણ લઇ શકાય. થોડી હેર સ્ટાઇલ ચેન્જ કરી નવો લુક પણ આપી શકાય. ફૂટવેરમાં ખાસ કરીને આખો પગ બંધ રહે તેવા કમ્ફર્ટેબલ શૂઝ પહેરવા અને પ્રસંગને અનુરૂપ ફેન્સી ફૂટવેર પહેરી શકાય .

બધા જ સિનિયર સિટીઝનને વિનંતી , તમારા રૂટિન લુકને ચેન્જ કરો અને કૈક નવું ટ્રાય કરો. જેમ જમાનો બદલાય છે તેમ આપણે પણ બદલાઇએ. મર્યાદામાં રહીને કૈક અલગ પહેરવાનો આનંદ માણીએ .અને તમે જો એમ માનતા હોવ કે આ ઉંમરે શું ? તો ના,આજ ઉંમર છે કૈક નવું કરવાની, કશુંક નવું પહેરવાની અને ક્યાંક જે શોખ પૂરા કરવાની ઈચ્છા દબાઈ ગઈ હતી તે શોખ હવે પૂરા કરવાના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…