લાડકી

તરુણાવસ્થાએ સલાહ-સૂચનોની અવગણના શા માટે?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

(ગતાંકથી ચાલુ)
અરે, આંટી પાછા ખોવાઈ ગયા? સુરભીને વર્તમાનમાં લઈ આવી વિહાએ ફરી શરૂ કર્યું, આંટી, તમે ક્યારથી આમ એકલા જ રહો છો? તમે લગ્ન નથી કર્યા? તમને કોઈ ગમતું હતું કે ના?? વિહાના આટલા અંગત સવાલોના જવાબો આપવા સુરભી હરગીઝ તૈયાર નહોતી એટલે એણે ચતુરાઈપૂર્વક વિહાના પ્રશ્ર્નોને બીજી દિશા તરફ ફંટાવી દેતા કહ્યું: એ વાત પછી,પણ એ પહેલાં હું તારા જેવી પેલી ટીનએજર યાશીની વાત પૂરી કરી દઉં…
‘કંઈક શીખવા મળશે ને પોતાના ટીચર કે વડીલ સાથે વિવાદ ના કરવા એ પણ સમજમાં આવશે.’ સુરભી એટલાં ભારપૂર્વક આ છેલ્લાં વાક્ય કહ્યાં કે વિહા પાસે ઓકે ‘આંટી’ કહી સંમતિ આપ્યા વગર છૂટકો નહોતો.

વિહાને તો મનમાં ઘણુંય એમ થતું હતું કે સુરભી પોતાની વાત કરે તો સારું, પણ વિહા જેવી થોડી નાની-અણસમજુ સામે પોતાની અંગત યાદોની ગઠરી ખોલી પોતાની લાગણીઓ વહાવવી સુરભીને જરાય યોગ્ય ન લાગ્યું એટલે વિહાની ઉત્સુકતાને સહેજપણ મચક સુરભીએ આપી નહીં.

ઝજ્ઞ બય યમશયિંમ જ્ઞક્ષૂફમિત.
હા, યાશી અને નેહાની વાતનો ઉત્તરાર્ધ ચોક્કસ શરૂ કર્યો. ત્યાંજ સ્નેહાએ દર્શન આપ્યા એટલે સુરભીએ કઈ રીતે મુફ્ટ્ટ,મોંએ ચડાવેલી યાશી અને તેની થોડી અગ્રેસિવ સ્વભાવની યુવા શિક્ષક નેહાએ ક્લાસમાં ચડભડ કરી અને બંન્ને વચ્ચે જે ખટરાગ ઉત્પન્ન થયો હતો તે ઘટના ટૂંકમાં આટોપી વાત આગળ વધારી.

હા તો વાત જાણે એમ બનેલી કે બન્નેના અહમ,જીદ્દ, ના સમજ એટલી વધારે હતી કે જવાબદારીનું ભાન ભૂલ્યા બાદ તેઓએ એકબીજા પર આક્ષેપો-પ્રત્યાક્ષેપો એટલી હદે કરી નાખ્યા કે સ્કૂલ તો ઠીક પણ સ્કૂલની બહાર પણ બન્નેનું નામ ગવાય ગયું. યાશીના ધનવાન પિતા અને યાશી બન્ને ભેગા મળી નેહાના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવામા કંઈ બાકી રાખ્યું નહીં તો નેહાએ પણ મહિલા સંગઠનો તેમજ નાનામોટા મીડિયાનો સહારો લઈ યાશીને ખરાબ સાબિત કરવાની કોશિશ કરી જેનો બન્નેની જિંદગીઓ પર ઘણો મોટો ફરક પડ્યો.

વિહા આ વાતમાં ઊંડે ઊતર્યા વગર હું માત્ર તને એ કહેવા માગું છું કે વડીલો સાથે વાદવિવાદ કરવા કરતાં એ લોકોની સમજ પ્રમાણે જીવન ચલાવવામાં આવે તો ઘણા બધા નુકસાનોથી બચી શકાય છે. બહુ બધી રીતે જીવનને એક સારા મુકામ પર પહોંચાડી શકાય છે અને તમે જ્યારે મોટા બનો ત્યારે જિંદગીને મોજ-મજા સાથે જીવી શકાય છે જો એ આજની ટીનેજર દીકરીઓ સમજે તો તેઓની યુવાની,મધ્યાવસ્થા કે પ્રોઢાવસ્થાને બધી જ રીતે સભર બનાવી શકે છે.

વિહાને આવા લાંબા ભાષણ પ્રકારની વાતચીતનો મહા કંટાળો એટલે તેણે સુરભીને અધવચ્ચે પૂછી લીધું, પછી શું થયું યાશી અને નેહામેમ સાથે?? સુરભી વિહાની ચાલાકી સમજી અને સાથે પોતાની પણ ભૂલ સમજાય કે આ પેઢીને થોડામાં ઘણું સમજાય એ પ્રકારે સલાહ આપવી પડે છે. તેઓ પાસે ધીરજનો સદંતર અભાવ હોય લાંબી વાતોમાં તુરંતજ અકળાય ઉઠતા હોય છે. જોકે સ્નેહાને વિહાનું આમ સુરભીની વાત અટકાવી વચ્ચે બોલવા કૂદી પડવું જરાય ગોઠ્યું નહીં એટલે મા તરીકે તો તેણે વિહાને ટપારી જ લીધી, વિહા કંઈ સમજ પડે છે કે નહીં? બે મોટા વાત કરતા હોય તો શાંતિથી આપણે તેઓની વાત સાંભળવાની હોય અને જ્યાં સુધી સામેવાળું વાત પૂરી ના કરે ત્યાં સુધી વચ્ચે તારે તારી વાત ના જ મુકવાની હોય આવું હું તને કેટલી બધી વખત સમજાવી ચુકી છું??

પણ આ છોકરી સમજતી જ નથી સુરભી મારે આનું શું કરવું???.. ઓહોહો.. વિહાને લાગ્યું કે હવે યાશી અને નેહા તો સાઈડમાં રહી જશે પણ વિહાપુરાણ શરૂ કરી દેતા મમ્મી વાર લગાડશે નહીં.
જોકે સામે સુરભી હતી એટલે એણે સ્નેહાની ફરિયાદોને બહુ ધ્યાને લીધા વગર પોતાની વાત આગળ શરૂ કરી દીધી હમ્મમ..અંતે થયું શું?? નેહાને નોકરી મુકવાનો વારો આવ્યો અને યાશીને શહેર બદલવાનો વખત આવ્યો કારણકે, મોટાભાગના લોકો માટે એ બન્ને મનોરંજનનું સસ્તું સાધન બની ગયા હતા. એક અલગ વાત શહેર છોડ્યા બાદ યાશી હોસ્ટેલમાં કે અન્ય કોઈ જગ્યાએ સેટ ના થઈ શકી તો નેહાનો પણ ટ્રેક રેકોર્ડ ખરડાયો. સ્કૂલમાં થયેલા આ અનુભવને કારણે ના તો સારા પગારથી નોકરી મળી શકે ના તો એને એ ક્યારેય પોતાને સંતોષ થાય એ પ્રકારનું કોઈ કામ. હાલ બન્ને સમાધાન સાથે જિંદગીઓ પસાર કરી રહ્યા છે.

સુરભીએ હળવેથી પોતાની વાત પૂરી કરતા વિહાને કહ્યું, જોયું વિહા ટીચર્સ સાથે, મમ્મી સાથે કે કોઈપણ સાથે કારણ વગરની ભેજામારી કરવી, વાદવિવાદ કરવો કે ચર્ચામાં ઊતરી પડવાથી ક્યારેક આવું ખરાબ પરિણામ પણ આવી જતું હોય છે માટે ટીનએજર તરીકે તમારા લોકોની પણ એ જવાબદારી આવે છે કે તમે તમારા જોમ-જુસ્સાને કાબૂમાં રાખો, તેનો સદુપયોગ કરો. આ ઉંમરે દલીલ કરવાની ક્ષમતા વધી છે તો તેનો જ્યાં-ત્યાં આડેધડ ઉપયોગ ના કરો. તમારે બુદ્ધિને તીક્ષ્ણ બનાવો એની સાથોસાથ વડીલો પાસેથી જે અનુભવનું ભાથું મળી રહ્યું છે તેને દિમાગમાં ઉતારતા શીખો. તેઓની સલાહ સ્વીકારો અને તેઓના અનુભવોને સન્માન આપતા શીખો..

આપણા વિહાબેન માટે હવે આ વાતો વધુ પડતી હતી એટલે એ તો સમજાયું ના સમજાયું કરતી ભાગી કે મારે તો હવે હોમવર્ક બાકી છે. સ્નેહાએ લાચારીપૂર્વક સુરભી સામે જોયું પણ તેણીને ખ્યાલ હતો કે આખી વાતમાંથી જો એક વાક્ય પણ તેના મનમાં ચોંટ્યુ હશે તો સાર્થક ગણાશે એટલે સ્નેહાને કોઈ ચિંતા ના કરીશ એમ કહી સુરભીએ સંતોષ સાથે પોતાની વાત આટોપી લીધી. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…