દેશના યુવાનો ડિપ્રેશનમાં શા માટે જાય છે?
ફોકસ – પ્રથમેશ મહેતા
હું દૃઢપણે કહું છું કે આવનારા સમયમાં આ દેશમાં યુવાનોનું ડિપ્રેશનમાં જવાનું સૌથી મોટું કારણ સોશિયલ મીડિયા હશે અને આ વિશે કોઈ વાત કરશે નહીં. તમારે સોશિયલ મીડિયા પર રહેવું હોય તો રહો. કોઈ મનાઈ કરશે નહીં. પરંતુ, તેને તમારા જીવનનો ભાગ ન બનાવો. તેનું વ્યસન ન બનાવી દો.
આપણે ટ્રોલર્સ, ફોલોઅર્સ ખરીદીને બીજાની ઈમેજને કલંકિત કરી શકીએ છીએ અથવા આપણી ઈમેજ વધારી પણ શકીએ છીએ. હું પોતે પણ આ પ્રમાણે ખૂબ પૈસા ખર્ચી કોઈને ટ્રોલ કરીને તેની છબી ખરાબ કરી શકું છું. પણ હું માનું છું કે જે વસ્તુ ખરીદી શકાય તે સાચી હોઈ શકે નહીં. હું સત્યના આધારે જીવન જીવવાના વચન સાથે ચાલી રહ્યો છું. તેથી હું જીવનમાં ખુશ છું.
હું છોકરીઓને જવાબ આપવા સક્ષમ હોવો જોઈએ!
જો હું પાંચ હજાર જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવાનું બંધ કરી દઈશ અને તે પૈસા સોશિયલ મીડિયા પર મારી ઈમેજ સુધારવા માટે વાપરીશ તો મારી પણ પ્રસિદ્ધિ થશે, પરંતુ તે પાંચ હજાર ભૂખ્યા લોકો મારા માટે મહત્ત્વના છે.
મારા ઘરે બે નાની દિકરીઓ છે. જો તમે કાલે તેમને પૂછો કે તમારા પપ્પા કેવા હતા, તો તેમને કહેવાની હિંમત હોવી જોઈએ કે તેઓ દરરોજ પાંચ હજાર લોકોને ખવડાવતા હતા. પાંચ હજાર લોકોને ટ્રોલ નહોતાં કરતાં.
તમે બીજાની નકલ કરી તેના જેવા બનવાનો પ્રયાસ ન કરો, પોતાને અલગ બનાવો. તેના માટે સખત મહેનત કરો. મને તે લોકોને જાણવાનું વધુ ગમશે, જે હકારાત્મક છે. જેમનું મન સાફ છે અને દેશ માટે કંઈક કરવા ઈચ્છે છે. આવા લોકોને જાણ્યા પછી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી જશો.
દેશમાં સૌથી નિ:સ્વાર્થ કોણ છે?
“આપણા દેશની રક્ષા કરતા સૈનિકોના
જીવથી કોઈ ક્રિકેટ મેચ કે કોઈ ઘટના મોટી નથી. આ દેશમાં જો કોઈ સૌથી વધુ નિ:સ્વાર્થ હોય
તો તે સૈનિકો છે. તેથી તેમનું સન્માન કરવું
જરૂરી છે.
“મને આ ઉંમરે ક્રિકેટ રમવાનો શોખ નથી. હું આ બધુ છોડી શકું છું, પરંતુ, હું દર વર્ષે સાડા ત્રણ કરોડ રૂપિયા મહેનતથી કમાઉ છું અને લોકો માટે ખર્ચ કરું છું. મારી પાસે પૈસાનું ઝાડ નથી. લોકોને ખુશ જોઈને મને આનંદ થાય છે.
“તમે છોકરીઓનું સન્માન કરતા શીખી ગયા એટલે ખરા અર્થમાં ભારત માતાનો જયજયકાર થયો છે, એમ માનજો.
“મેં આજ સુધી પાર્ટી કરી છે. મેં ક્યારેય દારૂ પીધો નથી. ક્યારેય સિગારેટ, ચા કે કોફી લીધી નથી.
“હું જીવનમાં ખૂબ જ ખુશ છું. મારે બે દીકરીઓ છે. પત્ની છે માતાપિતા છે.