લાડકી

ભારતમાં છૂટક છૂટક થતાં છૂટાછેડા જથ્થાબંધ કેમ થઈ ગયા?

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

આપણા દેશમાં લગ્નને એક બંધન અને એક મોટી જવાબદારી માનવામાં આવે છે, જ્યારે વિદેશોની સાપેક્ષમાં આપણાં સમાજમાં છૂટાછેડાને ખૂબ જ ખરાબ માનવામાં આવે છે, જ્યારે પતિ-પત્ની વચ્ચેનો વિવાદ એવા સ્તરે પહોંચી જાય છે કે બંને એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી, ત્યારે સામાન્ય રીતે છૂટાછેડાની સ્થિતિ ઊભી થઈ જતી હોય છે. કોઈ પણ વ્યક્તિ આ પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવા માગતી નથી, કારણ કે તેનાથી બંને પક્ષે ખોટનો સોદો હોય છે, સારું કોઈ માટે નથી થતું.

મેગા સિટીમાં જો કે હવે ધીમે ધીમે વલણ બદલાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે, જે એક રીતે આપણી સમાજ વ્યવસ્થા માટે અને નૈતિક મૂલ્યોની દૃષ્ટિએ પણ ચિંતાજનક છે. લોકો લગ્નસંબંધ પણ એવી રીતે તોડી નાખે છે જાણે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બ્રેકઅપ કરતાં હોય! સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે આ પ્રકારે છૂટાછેડાઓનાં વિચિત્ર કારણો પર પ્રકાશ
પાડે છે.

મુંબઈની રહેવાસી તાન્યા અપ્પાચુ કૌલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોને લઈને લોકો ચર્ચા કરતાં થયા છે કે છૂટાછેડા લેવા માટે કેવા નાના અમથા કારણો લોકો આપતા હોય છે અને પોતાનો પરિવારનો માળો વિખેરી નાખવા તૈયાર થઈ જતાં હોય છે. આ માહિતી શેર કરનાર મહિલા પણ એક વકીલ છે અને સોશિયલ મીડિયા પર ઘણીવાર કાયદા સંબંધિત વિષયો પર માહિતી આપે છે. ઈન્સ્ટાગ્રામ પેજ પર તેણીએ એક વીડિયો શેર કર્યો છે. તેણે કેટલાક વિચિત્ર કારણો શેર કર્યા છે જેના કારણે યુગલો છૂટાછેડા લેવા માગતા હોય છે! એક નજર આમાંથી કેટલાક કેટલાક વિચિત્ર કારણો પર…

૧) પત્ની હનીમૂન દરમિયાન “અશિષ્ટ’ કહેવાય એ પ્રકારનાં કપડાં પહેરતી હતી.

૨) પતિ UPSC પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો અને પત્નીને પૂરતો સમય આપી શકતો નહોતો!

૩) એક મહિલાએ તો ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેને ખૂબ વધારે પડતો જ પ્રેમ કરે છે!

૪) પત્નીને રાંધવાનું આવડતું નથી. અને પતિને ભૂખ્યા કામ ધંધે જવું પડે છે!

૫) પત્નીએ તેના પતિને ચરણ સ્પર્શ કરવાની ના પાડી દીધી!

૬) પતિ વધારે પડતું ધ્યાન રાખે અને બંને વચ્ચે ઝઘડો ક્યારેય થતો જ નથી!

લગ્નસંસ્થા પર હજુ એક આખી પેઢીને ભરોસો છે. ભારત જેવા દેશમાં આટલા વર્ષો સુધી સમાજમાં આટલી સારી વ્યવસ્થા જળવાય શકી છે એનું એક કારણ આ પણ છે. ખૂબ અત્યાચાર થતો હોય એવા સંબંધોમાં ભોગવી અને સહન કરી લેવાની તરફેણ નથી. એવા
સંજોગોમાં છૂટાછેડા લેવા જ આખરી અને યોગ્ય નિર્ણય હોય શકે, પણ નાની નાની વાતોમાં છૂટાછેડા લેવા એ પણ સારી બાબત નથી.

આવું થવા પાછળનું કારણ શું હોય શકે? એક મોટું કારણ વડીલોની મધ્યસ્થી. અગાઉનાં સમયમાં કપલ્સ પોતપોતાનાંમાં જ રચ્યા પચ્યા નહોતા રહેતા. એક ઘરમાં એક જ ટીવી રહેતું. હવે દરેક રૂમમાં એક ટીવી જોવા મળે છે. બધા પોતપોતાનાં ફોનમાં પડ્યા હોય અથવા પોતાની દુનિયામાં મસ્ત હોય. બે માણસ વચ્ચે શું થઈ રહ્યું છે એ અંગે પરિવારને જરા સરખો પણ અણસાર ન હોય.
માટે બંને વચ્ચે મધ્યસ્થી કરાવનાર કોઈ ન હોય. આ સ્થિતિ આવનાર સમયમાં વધારે ખરાબ થઈ શકે છે. સોશિયલ મીડિયા અને બદલાતી દુનિયાનો પ્રભાવ જોતાં એ દિવસ હવે દૂર નથી જ્યારે લગ્નો એ જન્મ જન્મનાં વચનની બદલે અભિ બોલા અભિ ફોક ન્યાયએ લોકો માટે એક સામાન્ય વાત બની જાય. ભારતમાં વધતા છૂટાછેડાના દર માટે અનેક સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો જવાબદાર હોઈ શકે છે. પ્રથમ, બદલાતા સામાજિક ધોરણો અને સ્ત્રી સશક્તિકરણને કારણે, વધુ મહિલાઓ સ્વતંત્રતા માગી રહી છે અને હવે બિનઆરોગ્યપ્રદ અથવા અપમાનજનક લગ્નોને સહન કરતી નથી. આ પરિવર્તનમાં શિક્ષણ અને નાણાકીય સ્વતંત્રતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બીજું, શહેરીકરણ અને વૈશ્ર્વિકરણે લોકોને અલગ-અલગ જીવનશૈલી અને વલણોથી બહાર કાઢ્યા છે, જે છૂટાછેડા પ્રત્યે વધુ ઉદાર વલણમાં ફાળો આપે છે. વધુમાં, વધતા સ્થળાંતર અને રોજગારીની તકોનો વારંવાર અર્થ એ થાય છે કે યુગલો તેમની પરંપરાગત સહાયક પ્રણાલીઓથી વધુ દૂર રહે છે, જે તેમને સામાજિક દબાણ વિના છૂટાછેડા લેવા માટે વધુ તૈયાર બનાવે છે.

છેવટે, ભારતમાં ગોઠવાયેલા લગ્નોનો વ્યાપ કેટલીકવાર અસંગતતાના મુદ્દાઓ તરફ દોરી શકે છે, જે વ્યક્તિગત અધિકારો અને પસંદગીઓ પ્રત્યેની જાગૃતિ સાથે, વધુ યુગલો છૂટાછેડા લેવાનું પસંદ કરી શકે છે. આ પરિબળો ભારતમાં છૂટાછેડાના વધતા દરમાં સામૂહિક રીતે ફાળો આપે છે, જે ભારતીય સમાજમાં બદલાતી ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button