આ કાઉલ ઇફેક્ટ શું છે?
કાઉલ ઇફેક્ટ મોટેભાગે ફલોઈ ફેબ્રિકમાં જોવા મળે છે જેમકે, હોઝિયરી, શિફોન, નેટ, સ્ટ્રેચેબલ નેટ, વગેરે. કાઉલ ઇફેક્ટ ફેબ્રિકને એક ઓળખ આપે છે
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
કાઉલ સ્ટાઇલ એ ફેબ્રિકમાં અપાતી એક ઇફેક્ટ છે. કાઉલ ઈફ્કેટ એટલે ફેબ્રિકને બન્ને બાજુથી અથવા એક જ બાજુ પર લઈને સ્ટીચ કરવામાં આવે છે.
કાઉલ ઇફેક્ટ મોટા ભાગે વેસ્ટર્ન ટોપમાં,ડ્રેસમાં,ગાઉન વગેરેમાં જોવા મળે છે. કાઉલ ઇફેક્ટ મોટેભાગે ફલોઈ ફેબ્રિકમાં જોવા મળે છે જેમકે, હોઝિયરી, શિફોન, નેટ, સ્ટ્રેચેબલ નેટ, વગેરે. કાઉલ ઇફેક્ટ ફેબ્રિકને એક ઓળખ આપે છે, એક સ્ટાઇલ આપે છે. કાઉલ ઇફેક્ટ પ્લેન ફેબ્રિક પર વધારે સારી લાગે છે.
ચાલો, જાણીયે કાઉલ ઇફેક્ટ કઈ રીતે પહેરી શકાય ..
કાઉલ ટોપ્સ
ટોપ્સમાં કાઉલ ઇફેક્ટ ખૂબ જ અટ્રેક્ટિવ લુક આપે છે. ટોપ્સમાં કાઉલ ઇફેક્ટ ક્લોઝ નેક અથવા લો નેકમાં હોય છે. કાઉલ ઇફેક્ટવાળા ટોપ્સ મોટેભાગે સ્લીવલેસ હોય છે. કાઉલ ઇફેક્ટના ટોપ્સ ડેનિમ સાથે પહેરવાથી કેઝ્યુઅલ લુક આવે છે. જો શિમર પેન્ટ અથવા પ્લાઝો સાથે કાઉલ ટોપ્સ પહેરીએ તો પાર્ટી વેર લુક આવે છે. ઓફિસમાં કોટન પેન્ટ સાથે પણ કાઉલ ટોપ પહેરી શકાય. કાઉલ ટોપ એક સ્ટેટમેન્ટ લુક આપે છે.
એક ડ્રેસી લુક આપે છે. કાઉલ ઇફેક્ટ પ્લેન ફેબ્રિકમાં વધારે સારી લાગે છે. જેમકે સાટીન, હોઝિયરી, સિલ્ક વગેરે. ટોપ્સમાં કાઉલ ઇફેક્ટ તો કેઝ્યુઅલી અને ફોર્મલી એમ બન્ને રીતે પહેરી શકાય છે. ડેપેન્ડિંગ કે ફેબ્રિક કયું છે તે પ્રમાણે તમે નક્કી કરી શકો કે કઈ ઇવેન્ટમાં કયું ટોપ પહેરવાનું છે. જેમકે સ્પેગેટી ટોપમાં કાઉલ ઇફેક્ટ યન્ગ યુવતીઓ પર વધારે સારું લાગે અને ક્લબિંગ માટે શોર્ટ સ્કર્ટ પર પણ પહેરી શકાય.
કાઉલ ડ્રેસ
ડ્રેસમાં જયારે કાઉલ ઇફેક્ટ આપી હોય તેમાં ઘણા ઓપશન આવે છે. જેમકે કાઉલ ઇફેક્ટ નેક લાઈનમાં, વન શોલ્ડર પર, કમર પર અથવા ગોઠણથી નીચે અથવા ઉપર એમ અલગ અલગ જગ્યાએ હોય છે. કાઉલ ઇફેક્ટ વાળા ડ્રેસ ખાસ કરીને લાંબી પાતળી યુવતીઓ પર વધારે સારા લાગે છે.
કાઉલ ઇફેક્ટ જયારે યોક પછી આપવામાં આવે છે ત્યારે ત્યારે યોકની ઉપરનો ભાગ ટાઈટ એટલે કે બોડી મેઝરમેન્ટ હિસાબે હોય છે અને યોક પછી નીચે સાઈડમાં કે સેન્ટરમાં એમ અલગ અલગ પેટર્નના હિસાબે કાઉલ ઇફેક્ટ આપવામાં આવે છે. અમુક કાઉલ ઇફેક્ટ ડ્રેસના નીચેના ભાગમાં હોય છે એટલે કે જે ગાઉન હોય તેમાં નીચે ઘેરામાં કાઉલ ઇફેક્ટ આપવામાં આવી હોય છે.
આવા ગાઉનમાં કોઈ સિલાઈ નથી હોતી માત્ર ઇફેક્ટ દ્વારા જ આખો ગાઉન રેડી કરવામાં આવે છે. કાઉલ ઇફેક્ટવાળા ગાઉન પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. જો કાઉલ ઇફેક્ટ માત્ર નેકલાઈનમાં જ હોય તો ડ્રેસની લેન્થમાં પણ વેરિએશન આવે છે જેમકે શોર્ટ લેન્થ ડ્રેસ કે પછી ફૂલ અથવા થ્રી ફોર્થ.
કાઉલ ડ્રેસ મોટા ભાગે પ્લેન ફેબ્રિકમાં હોવાથી ઇનર વેરની પસંદગી ચોકસાઈ માગી લે છે. ખાસ કરીને પેડેડ બ્રા પહેરવી અને તે સિમલેસ હોવી જોઈએ તેથી કરી ડ્રેસ પહેર્યા પછી એક નીટ લુક આવે. જ્યારે કાઉલ ઇફેક્ટ આપવામાં આવે છે ત્યારે પ્લીટ અથવા ચૂંન આપીને ફેબ્રિકને સ્ટીચ કરવામાં આવે છે.
જો તમારું શરીર સુડોળ હોય તો, તમે પ્લીટ અથવા ચુનવાળે કાઉલ ઇફેક્ટ પહેરી શકો અને જો તમારું શરીર થોડું ભરેલું હોય તો ખાસ કરીને પ્લીટવાળી કાઉલ ઇફેક્ટ સિલેક કરવી જેથી કરી વધારે પડતો બલ્કિ લુક ન આવે…