લાડકી

કોર્ડ સેટ એટલે?

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

‘કોઓર્ડીનેટ’ પરથી શબ્દ આવ્યો છે ‘કોર્ડ સેટ’ એટલે કે, મેચિંગ સેટ એટલે કે ટોપ અને બોટમ બન્ને સરખા એક જ કલરના મેચિંગ. કોર્ડ સેટને ખાસ એ રીતે જ ડિઝાઇન કરવામાં આવે છે. કોર્ડ સેટ એક જ કલર અને એક જ ફેબ્રિકમાંથી બનાવવામાં આવેલ ટોપ અને બોટમ હોય છે. કોર્ડ સેટમાં ઘણી વેરાઈટી અને પ્રિન્ટ આવે છે જેથી તે વધારે ફેશનેબલ લાગે છે.

હાલમાં ખૂબ જ છવાયેલા અને કમ્ફર્ટેબલ કોર્ડ સેટની વાત કરીએ. કોર્ડ સેટ પ્લેન કલરમાં તો આવે જ છે, પરંતુ પ્રિન્ટમાં પણ આવે છે. તમે કેવી રીતે કોર્ડ સેટને કેરી કરો છો એ વધારે મહત્ત્વનું છે. કોર્ડ સેટ કેઝયુઅલ અને ફોર્મલ એમ બન્ને લુક આપી શકે ડિપેન્ડિંગ તમે કેવી રીતે પહેરો છો. બધી જ એજની મહિલા પહેરી શકે એવો ખુબ જ કમ્ફર્ટેબલ આઉટફિટ છે.

પ્લેન કોર્ડ સેટ –
પ્લેન કોર્ડ સેટમાં ફેબ્રિકની ઘણી વેરાઈટી આવે છે, જેમ કે રેયોન, કોટન, સિલ્ક અને સિન્થેટિક. કોર્ડ સેટનું સિલેક્શન ઘણી ફેશન સૂઝ માગી લે છે. કોર્ડ સેટ પહેરવાની એક રીત હોય છે. કોર્ડ સેટમાં ઘણી પેટર્ન પણ આવે છે જેમ કે, ફ્રન્ટ ઓપન વિથ કોલર, ઓન્લી કોલર વગેરે. પ્લેન કોર્ડ સેટ – પ્લેન કોર્ડ સેટમાં ફેબ્રિકની ઘણી વેરાઈટી આવે છે જેમ કે, રેયોન, કોટન, સિલ્ક અને સિન્થેટિક. કોર્ડ સેટનું સિલેક્શન ઘણી ફેશન સૂઝ માગી લે છે. કોર્ડ સેટ પહેરવાની એક રીત હોય છે. કોર્ડ સેટમાં ઘણી પેટર્ન પણ આવે છે જેમ કે, ફ્રન્ટ ઓપન વિથ કોલર, ઓન્લી કોલર વગેરે. તમારા બોડી ટાઈપ પ્રમાણે કોર્ડ સેટની પસંદગી કરવી. પ્લેન કોર્ડ સેટ જો બરાબર રીતે ન પહેરવામાં આવે તો નાઈટ ડ્રેસ જેવો લાગશે. જો તમારું શરીર સુડોળ હશે તો કોર્ડ સેટ ખુબ જ સરસ લાગશે. કોર્ડ સેટ સાથે ફ્લેટસ, હાઈ અથવા લો બન અને કાનમાં ટોપ્સ સારા લાગી શકે. અથવા તો ઓપન સોફ્ટ કર્લ્સ, સ્પેક્સ અને પગમાં ફ્લેટ્સ એક રિલેક્સ કેઝ્યુઅલ લુક આપી શકે. જો તમારું શરીર સુડોળ હોય તો તમને કોઈ પણ પેટર્ન સારી લાગી શકે. જો તમારું શરીર ભરેલું હોય તો ફ્રન્ટ ઓપન વાળી પેટર્ન અવોઇડ કરવી.

પ્રિન્ટેડ કોર્ડ સેટ –
પ્રિન્ટેડ કોર્ડ સેટમાં ઘણી વેરાઈટી આવે છે. પ્રિન્ટેડ ટોપ અને બોટમ અથવા પ્રિન્ટેડ ટોપ અને તેની સાથે તે જ કલરમાં પ્લેન બોટમ. પ્રિન્ટેડ ટોપમાં પેટર્નની ઘણી વેરાઈટી આવે છે. તમારા બોડી ટાઈપ પ્રમાણે તમે પ્રિન્ટેડ કોર્ડ સેટની પસંદગી કરી શકો. જેમકે તમે જો લાંબા, પાતળા હોવ તો ફૂલ પ્રિન્ટેડ કોર્ડ સેટની બદલે તમે પ્રિન્ટેડ ટોપ અને પ્લેન બોટમ પહેરી શકો જેથી તમારી હાઈટ બ્રેક થશે અને વધારે લામ્બા નહિ લગાય. જો તમારી હાઈટ ઓછી હોય તો ખાસ કરીને પ્રિન્ટેડ કોર્ડ સેટ જ પહેરવો જેથી કરી થોડી હાઈટ હોવાનો અભાસ થાય છે. પ્રિન્ટેડ કોર્ડ સેટમાં એટલા સુંદર ઓપશન્સ પ્રિન્ટ તેમ જ વર્ક સાથે આવે છે. પ્રિન્ટ પરથી નક્કી કરી શકાય કે કેઝયુઅલી પહેરવું છે કે ફોર્મલી. ફોર્મલ વેર તરીકે પણ પહેરવામાં આવતા કોર્ડ સેટ ખુબ જ સ્માર્ટ અને નીટ લુક આપે છે. ફોર્મલ વેર અથવા પાર્ટી વેર તરીકે કોર્ડ સેટ પહેરીયે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે થોડી હિલ્સ પહેરવી જેથી એક કમ્પ્લીટ ફોર્મલ લુક આવી શકે.

કમ્ફર્ટ વેર –
કોર્ડ સેટ એટલે મોસ્ટ કમ્ફર્ટેબલ વેર. કોઈ પણ વયની મહિલા પેહેરી શકે. આખું શરીર ઢંકાયેલું લાગે અને થોડો સ્ટાઈલિશ લુક પણ આવે. ગમે તેટલું શરીર ભરેલું કેમ ના હોય, ટોપની લેન્થ હિપ કવર કરે એટલે ખરાબ ન લાગે. ઘણી મહિલાઓ ઘરમાં ગાઉનની બદલે પ્રિન્ટેડ કોર્ડ સેટ પહેરવાનું પસંદ કરે છે. બ્રાઇટ કલરના પ્રિન્ટેડ કોર્ડ સેટ ઘરમાં તેમજ બહાર ખૂબ વ્યવસ્થિત લાગે છે.
ટ્રાવેલિંગમાં પણ ખુબ જ કમ્ફર્ટેબલ લાગે. ઘણી મહિલાઓ હોલીડે માટે એક સરખા કોર્ડ સેટ પહેરે છે.

કેઝયુઅલી કોર્ડ સેટ તમે બધી જ જગ્યાએ પહેરી શકો. માત્ર ફોર્મલી પહેરવા માટે આગવી ફેશન સૂઝ હોવી જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…